Not Set/ સ્પોર્ટ્સ/ વર્ષની પહેલી હેટ્રિક રહી અફઘાનિસ્તાન સ્પિનર રાશીદ ખાનનાં નામે

છેલ્લા એક દાયકામાં,કે પછી એવુ કહી શકીએ કે ગત વર્ષે આપણને ઘણી હેટ્રિક્સ જોવા મળી હતી, હવે નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે આપણે તેના પહેલા જ અઠવાડિયામાં જ હેટ્રિક્સ જોઈ. આ વખતે પહેલી હેટ્રિક અફઘાનિસ્તાનનાં સ્પિન માસ્ટર રાશિદ ખાનની હેટ્રિકનાં નામે રહી હતી, જોકે રાશિદે આ હેટ્રિક તેના દેશ અફઘાનિસ્તાન માટે નહીં પરંતુ બિગ […]

Uncategorized
Rashid Khan સ્પોર્ટ્સ/ વર્ષની પહેલી હેટ્રિક રહી અફઘાનિસ્તાન સ્પિનર રાશીદ ખાનનાં નામે

છેલ્લા એક દાયકામાં,કે પછી એવુ કહી શકીએ કે ગત વર્ષે આપણને ઘણી હેટ્રિક્સ જોવા મળી હતી, હવે નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે આપણે તેના પહેલા જ અઠવાડિયામાં જ હેટ્રિક્સ જોઈ. આ વખતે પહેલી હેટ્રિક અફઘાનિસ્તાનનાં સ્પિન માસ્ટર રાશિદ ખાનની હેટ્રિકનાં નામે રહી હતી, જોકે રાશિદે આ હેટ્રિક તેના દેશ અફઘાનિસ્તાન માટે નહીં પરંતુ બિગ બેશ લીગમાં બીજી ટીમ માટે બનાવી હતી.

રાશિદ ખાને 10 અને 12 મી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ વખતે તેણે જેમ્સ વિન્સ, જેક એડવર્ડ્સ અને જોર્ડન સિલ્કને પોતાનો શિકાર બનાવ્યા હતા. અને આ સાથે તેણે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે એડિલેડ ઓવલમાં બિગ બેશ લીગની મેચ યોજાઈ હતી. રાશિદ ખાને તેની ટીમ માટે હેટ્રિક લીધી, પરંતુ તેની ટીમ તે પછી પણ મેચ જીતી શકી ન હોતી અને તેને બે વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બિગ બેશ લીગમાં ફક્ત ત્રણ બોલરો જ હેટ્રિક લઈ શક્યા છે, હવે રાશિદ ખાન ત્રીજો બોલર બની ગયો છે. રાશિદ ખાને તેની ચાર ઓવરમાં 22 રન આપીની હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ લીધી હતી. બિગ બેશનાં ઇતિહાસમાં રાશિદ ત્રીજો બોલર છે. રાશિદ ખાનનો જાદુ એ પણ છે કે તેણે આંતરરાષ્ટ્રીય ટી 20 મેચમાં 4 બોલમાં 4 વિકેટ લીધી છે. તેના નામે હવે ત્રીજી હેટ્રિક બની ગઇ છે. રાશિદ ખાને આ અગાઉ જમૈકા થલાઇવાજ સામે 2017 કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) માં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.