Not Set/ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલી અંગે યજમાન ટીમને આપી આ ચેતવણી

નવી દિલ્હી, આગામી ૧ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થવાની છે, જો કે આ પહેલા યજમાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેહામ ગુચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, “આવનારી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું તો આ યજમાન ટીમ માટે […]

Sports
maxresdefault 13 ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલી અંગે યજમાન ટીમને આપી આ ચેતવણી

નવી દિલ્હી,

આગામી ૧ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થવાની છે, જો કે આ પહેલા યજમાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેહામ ગુચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, “આવનારી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું તો આ યજમાન ટીમ માટે તેઓ ખતરનાક સાબિત થઇ શકે છે”.

virat kohli 38908ea8 92e2 11e8 950a c127747267f3 ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલી અંગે યજમાન ટીમને આપી આ ચેતવણી

ગ્રાહમ ગૂચે ભારતીય ક્રિકેટ બોર્ડને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, “કોહલી વર્તમાન સમયમાં ટોપ રેન્કિંગવાળા ખેલાડી છે અને મારું માનવું છે કે, ઇંગ્લેન્ડ માટે ખતરનાક સાબિત થઇ શકે છે કારણ કે તેઓ ઇંગ્લેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવા માટે વધુ કોશિશ કરશે. દરેક ખેલાડી કોઈ પણ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડી તરીકે પોતાની એક ઓળખ બનાવે માટે ઈચ્છે છે”.

વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટ વચ્ચેની તુલના અંગે તેઓએ જણાવ્યું, “બંને ખેલાડીઓ દરેક ફોરમેટમાં આંતરરાષ્ટ્રીય સ્ટારના પ્લેયર્સ છે, બંને મેચ વિનર છે. મને આ બંને ખેલાડીઓની બેટિંગ જોવાની મજા આવે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું કે, “લોકોએ એ યાદ રાખવાનું છે કે આધુનિક યુગમાં બંનેથી શું અલગ છે. તેઓના બનાવેલા રન કે પછી રમાયેલી ઇનિંગ્સ નહિ, પરંતુ આ જોવું રહ્યું કે, કેટલી વાર તેઓએ એ પ્રકારની ઇનિંગ્સ રમી કે જેના દ્વારા પોતાની ટીમેં વિજય પ્રાપ્ત કર્યો.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભારતને એક શાનદાર ટીમ બતાવતા કહ્યું, “ભારતીય ટીમ ભૂતકાળમાં વિદેશના પ્રવાસોમાં ઘણીવાર સંઘર્ષ કરતી જોવા મળી છે. તેઓ પોતાની ધરતી પર ઘણા મજબૂત ટીમ છે, પરંતુ તેઓના પ્રદર્શનમાં સુધારો આવ્યો છે.