Not Set/ હાર્દિક-રાહુલની ક્રિકેટમાં વાપસી લંબાઇ, સુપ્રિમ કોર્ટે સુનવણી આવતા અઠવાડિયે રાખી,હાર્દિક આવ્યો ટેન્શનમાં

વડોદરા, ભારતની ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક ટીવી શોમાં છોકરીઓ માટે ગમેતેમ કમેન્ટ કર્યા પછી બીસીસીઆઈએ તેને મેચોમાંથી સસ્પેન્ડ કર્યો છે.હાર્દિકને ઓસ્ટ્રેલિયાની ટૂર છોડી ભારત પરત ફરવું પડ્યું છે. હાર્દિક અને રાહુલના સસપેન્શન પર સુપ્રિમ કોર્ટમાં જુદી જુદી પીટીશન દાખલ કરવામાં આવી છે.એક પીટીશનમાં બંને ક્રિકેટરોને સસપેન્ડ કરવાનો નિર્ણય પડકારવામાં આવ્યો છે.તો બીજી પીટીશન બીસીસીઆઇ […]

Uncategorized
ht હાર્દિક-રાહુલની ક્રિકેટમાં વાપસી લંબાઇ, સુપ્રિમ કોર્ટે સુનવણી આવતા અઠવાડિયે રાખી,હાર્દિક આવ્યો ટેન્શનમાં

વડોદરા,

ભારતની ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એક ટીવી શોમાં છોકરીઓ માટે ગમેતેમ કમેન્ટ કર્યા પછી બીસીસીઆઈએ તેને મેચોમાંથી સસ્પેન્ડ કર્યો છે.હાર્દિકને ઓસ્ટ્રેલિયાની ટૂર છોડી ભારત પરત ફરવું પડ્યું છે.

હાર્દિક અને રાહુલના સસપેન્શન પર સુપ્રિમ કોર્ટમાં જુદી જુદી પીટીશન દાખલ કરવામાં આવી છે.એક પીટીશનમાં બંને ક્રિકેટરોને સસપેન્ડ કરવાનો નિર્ણય પડકારવામાં આવ્યો છે.તો બીજી પીટીશન બીસીસીઆઇ તરફથી થઇ છે.જો કે સુપ્રિમ કોર્ટે આ પીટીશનોની સુનવણી આવતા અઠવાડિયે રાખતા બંનેના ક્રિકેટ રમવા પર સવાલ ઉભો રહ્યો છે.

હાર્દિકની માનસિક હાલત ખરાબ

બીજી તરફ આમ અચાનક ઝળહળતી કરિયરમાં અચાનક યુ ટર્ન આવી જતા હાર્દિકની માનસિક હાલત ખરાબ થઈ છે.હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાએ કહ્યું કે મારો દીકરો વિવાદ બાદ ઘરથી બહાર જતો નથી અને કોઈનો ફોન પણ નથી ઉઠાવી રહ્યો.

હાર્દિકે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. તેણે ઉત્તરાણમાં પતંગ પણ ચગાવ્યા નથી અને ઘરમાં જ બેસી રહ્યો હતો.

હાર્દિકના પિતા હિમાંશુએ કહ્યું કે ઉત્તરાયણના દિવસમાં  ગુજરાતમાં જાહેર રજા હોય છે, પરંતુ હાર્દિકે પતંગ ન ઉડાવ્યો. તેને પતંગ ઉડાવવો ખૂબ પસંદ છે, પરંતુ તેને ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે ઘરે આવી શકતો નહોતો.

તેમણે કહ્યું કે આ વખતે હાર્દિક ઘરે હતો પરંતુ હાલની સ્થિતિ જોતા તે ઉજવણી કરવાના મૂડમાં નથી.હાર્દિકની સાથે બેટ્સમેન લોકેશ રાહુલે પણ આ શોમાં પોતાની સેક્સ લાઈફ અને યુવતીઓ સાથેના સબંધને લઈ કેટલાક બોલ્ડ સ્ટેટમેન્ટ કર્યા હતા. તપાસ સમિતિએ બંને પર બે મેચનો પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ BCCIએ તેમની સજા અંગે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

હાર્દિકના પિતા હિમાંશુએ કહ્યું કે તેઓ આ પ્રતિબંધથી નિરાશ છે અને ટીવી પર જે કહ્યું તેનો પસ્તાવો છે. તે આવું ફરી નહીં કરે તેવા કસમ લીધા છે. અમે નક્કી કર્યું છે કે આ બાબતે અમે વાત નહીં કરીએ. અમે બીસીસીઆઈના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.