Not Set/ #hockeyworldcup2018 : આજે સાંજે થશે ઉદ્ઘાટન સમારોહ, આ બોલીવુડ સેલીબ્રીટી રહેશે હાજર

ભુવનેશ્વર મંગળવારે ઓરિસ્સામાં ભુન્વેશ્વર શહેરમાં ઓરિસ્સા મેન્સ હોકી વિશ્વ કપ ૨૦૧૮ ની શરૂઆત થવા જઈ રહી છે. કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડીયમમાં થોડા જ કલાકોમાં હોકી ચાલુ થવાની છે. https://twitter.com/TheHockeyIndia/status/1066986463634620416 આખા સ્ટેડીયમને શણગારવામાં આવ્યું છે અને એક જોરદાર ઓપનીંગ સેરેમની પણ રાખવામાં આવી છે.હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ નું ઉદ્દઘાટન આજે સાંજે ૫ વાગ્યે થવાનું છે. વિશ્વ […]

Top Stories India Trending Sports
hockey world cup 759 #hockeyworldcup2018 : આજે સાંજે થશે ઉદ્ઘાટન સમારોહ, આ બોલીવુડ સેલીબ્રીટી રહેશે હાજર

ભુવનેશ્વર

મંગળવારે ઓરિસ્સામાં ભુન્વેશ્વર શહેરમાં ઓરિસ્સા મેન્સ હોકી વિશ્વ કપ ૨૦૧૮ ની શરૂઆત થવા જઈ રહી છે. કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડીયમમાં થોડા જ કલાકોમાં હોકી ચાલુ થવાની છે.

https://twitter.com/TheHockeyIndia/status/1066986463634620416

આખા સ્ટેડીયમને શણગારવામાં આવ્યું છે અને એક જોરદાર ઓપનીંગ સેરેમની પણ રાખવામાં આવી છે.હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ નું ઉદ્દઘાટન આજે સાંજે ૫ વાગ્યે થવાનું છે.

વિશ્વ કપના આ જશ્નમાં બોલીવુડની હસ્તીઓ પણ પોતાના જલવા દેખાવાની છે.શાહરૂખ ખાન ખાસ આ પ્રોગ્રામ માટે મુંબઈથી આવવાના છે ત્યારબાદ તેઓ પરત પાછા ફરશે.

હોકી વર્લ્ડ કપમાં બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત સહિત અન્ય સેલીબ્રીટી પણ ભાગ લેવાની છે.

એટલું જ નહી પરંતુ બુધવારે કટકમાં  થનારા ઉત્સવમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાન હાજરી આપવાના છે. ફેમસ સંગીતકાર એ આર રહેમાન પણ ભુવનેશ્વર અને કટક બંને જગ્યાએ પરફોર્મન્સ આપવાના છે

તમને જણાવી દઈએ કે આ વર્ષે વિશ્વભરની ૧૬ ટીમ ભાગ લઇ રહી છે આ મેચ ૨૮ નવેમ્બરથી ૧૬ ડીસેમ્બર સુધી ચાલશે.

વર્લ્ડ કપની ૧૬ ટીમને ચાર ભાગમાં વહેચી દેવામાં આવી છે જેમાં ભારતને પૂલ ‘ સી ‘ માં અને પાકિસ્તાનને  પૂલ ‘ ડી ‘ માં જગ્યા મળી છે.

ભારત પોતાની પ્રથમ મેચ ૨૮ નવેમ્બરના રોજ દક્ષીણ આફ્રિકા સામે રમવાનું છે.

.