Not Set/ ઇંગ્લેન્ડના બોલરો પાસેથી મને ઘણું શીખવા મળ્યું : મોહમ્મદ શમી

મુંબઇ, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની હાર પછી ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડના બોલરોના વખાણ કર્યા છે. શમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એડરસનની બોલિંગ જોઇને મને ઘણું શીખવા મળ્યું છે”. પર્સનલ લાઇફમાં સમસ્યાઓનો સામનો કરી રહેલાં શમીએ ઇગ્લેન્ડની વિરૂધ્ધ ટેસ્ટ શ્રેણીમાં પ્રભાવી બોલિંગ કરતા પાંચ ટેસ્ટમાં ૧૬ વિકેટ […]

Sports
shami ઇંગ્લેન્ડના બોલરો પાસેથી મને ઘણું શીખવા મળ્યું : મોહમ્મદ શમી

મુંબઇ,

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની હાર પછી ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડના બોલરોના વખાણ કર્યા છે. શમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એડરસનની બોલિંગ જોઇને મને ઘણું શીખવા મળ્યું છે”.

પર્સનલ લાઇફમાં સમસ્યાઓનો સામનો કરી રહેલાં શમીએ ઇગ્લેન્ડની વિરૂધ્ધ ટેસ્ટ શ્રેણીમાં પ્રભાવી બોલિંગ કરતા પાંચ ટેસ્ટમાં ૧૬ વિકેટ લીધી છે.

6f44e751740ad75267d16984d0f19666 ઇંગ્લેન્ડના બોલરો પાસેથી મને ઘણું શીખવા મળ્યું : મોહમ્મદ શમી
sports-I learned lot from England’s bowlers Mohammed Shami

શમીએ કહ્યું કે, “જો તમે આ પ્રવાસ પર મારા પ્રદર્શનની સરખામણી ૨૦૧૪ના પ્રવાસથી કરો તો મારી અંદર ખુબ સુધારો આવ્યો છે અને અમને ઘણું શીખવા પણ મળ્યું છે. ખાસ કરીને કે વિદેશની પીચો પર બોલીંગ કેવી રીતે કરવી અને તમારી એકાગ્રતા કેવી હોવી જોઇએ”.

શમીએ  કહ્યું કે, “હું જયારે ૨૦૧૪માં અહીં આવ્યો ત્યારે એટલો અનુભવી ન હતો. આ વખતે મેં એડરસન અને બ્રોડની બોલિગ કરતા વીડિયો નિહાળ્યાં. મેં જોયુ કે કપરી સ્થિતિમાં તેઓ પીચ પર ક્યાં બોલિંગ કરે છે અને મને ખુબ શીખવા મળ્યું”.

અત્રે ઉલ્લેખનીય છે કે, શમીએ ઇંગ્લેન્ડ સામેની પહેલી ઇનિગ્સમાં ૭૨ રન આપી  એક પણ વિકેટ લઇ શકયો ન હતો, પરંતુ બીજી ઇનિગ્સમાં તેણે ૧૧૦ રન આપી બે વિકેટ લીધી હતી.

શમીએે કહ્યું કે, “કેટલીક વસ્તુ ભાગ્ય પર પણ નિર્ભર કરે છે જયારે તમે બોલિંગ કરો છો તો તમારૂ લક્ષ્ય લાઇન અને લેંથની સાથે બોલિંગ કરવાનું હોય છે. તમને વિકેટ મળે છે કે નહીં તે ભાગ્ય પર નિર્ભર કરે છે.