Not Set/ #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧ – ૧થી સરભર

એડિલેડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૯૮ રન બનાવ્યા છે અને ભારતીય ટીમને ૨૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. A last over thriller in Adelaide. #TeamIndia clinch the 2nd ODI by 6 wickets […]

Top Stories Trending Sports
Dw8rV46U0AAzfnQ #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧ - ૧થી સરભર

એડિલેડ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૯૮ રન બનાવ્યા છે અને ભારતીય ટીમને ૨૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને એમ એસ ધોનીની ૫૫ રનની ઇનિંગ્સ સાથે આ ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ૬ વિકેટે જીત હાંસલ કરી લીધી છે. આ જીત સાથે જ ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર થઇ ગઈ છે.

Dw8BE8oUcAI2ypJ #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧ - ૧થી સરભર
sports-indvaus-Australia gives the 299 runs target to the india

ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૯૯ રનના ટાર્ગેટ સામે ભારતે અત્યારસુધીમાં ૩ વિકેટના નુકશાને ૨૦૫ રન બનાવી લીધા છે. ઓપનર બેટ્સમેન શિખર ધવન ૩૨ રન, રાયડુ ૨૪ રન અને રોહિત શર્મા ૪૩ રન બનાવી આઉટ થયા છે. જયારે કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કેરિયરની ૩૯મી સદી ફટકારતા ૧૦૪ રન તેમજ એમ એસ ધોનીએ ૫૫ રન પર અણનમ રહ્યો હતો.

Dw72WGeWkAAQE L #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧ - ૧થી સરભર
sports-indvaus-Australia gives the 299 runs target to the india

ઓસ્ટ્રેલિયાની ટીમે મિડલ ઓર્ડર બેટ્સમેન શોન માર્શની શાનદાર ૧૩૧ રનની ઇનિંગ્સ સાથે ૯ વિકેટના નુકશાને ૨૯૮ રન બનાવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન એરોન ફિન્ચ ૬ રન તેમજ એલેક્સ કેરી ૧૮ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

જો કે ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ૨૧ રન, પીટર હેન્ડ્સકોમ્બ ૨૦ રન તેમજ સ્ટોનિસ ૨૯ રન બનાવી આઉટ થયા હતા, જયારે બીજી બાજુ માર્શે ટીમનો એક છેડો સાચવી રાખતા ૧૩૧ રન બનાવ્યા હતા. મેક્સવેલે મેચની અંતિમ ઓવરોમાં ૪૮ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

Dw74WSGXgAAsyoh #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧ - ૧થી સરભર

ભારતીય ટીમ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે સૌથી વધુ ૪ વિકેટ જયારે મોહમ્મદ શામીએ ૩ વિકેટ ઝડપી હતી.