Not Set/ #INDvWI : ત્રીજી ટી-૨૦માં રો-હિત શર્મા ૬૯ રન બનાવવાની સાથે જ ક્રિકેટમાં ભારતની મહારથ કરશે કાયમ

ચેન્નઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાવવાની છે, ત્યારે આ મેચમાં ભારતીય ટીમના કાર્યરત કેપ્ટન રોહિત શર્માની નજર એક મોટા રેકોર્ડ પર હશે. જો ભારતીયના ટીમના સિક્સર કિંગ કહેવાતા રોહિત શર્મા આ મેચમાં ૬૯ રન બનાવી લે છે, આ સાથે જ શર્મા વર્લ્ડ […]

Trending Sports
rohit sharma PHOTO HT 1541564012 #INDvWI : ત્રીજી ટી-૨૦માં રો-હિત શર્મા ૬૯ રન બનાવવાની સાથે જ ક્રિકેટમાં ભારતની મહારથ કરશે કાયમ

ચેન્નઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાવવાની છે, ત્યારે આ મેચમાં ભારતીય ટીમના કાર્યરત કેપ્ટન રોહિત શર્માની નજર એક મોટા રેકોર્ડ પર હશે.

જો ભારતીયના ટીમના સિક્સર કિંગ કહેવાતા રોહિત શર્મા આ મેચમાં ૬૯ રન બનાવી લે છે, આ સાથે જ શર્મા વર્લ્ડ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સાથે ભારતીય ક્રિકેટ ટીમની મહારથ હાંસલ કરી શકે છે.

k 1513245476 #INDvWI : ત્રીજી ટી-૨૦માં રો-હિત શર્મા ૬૯ રન બનાવવાની સાથે જ ક્રિકેટમાં ભારતની મહારથ કરશે કાયમ
sports-#INDvWI rohit-sharma-become-all-time-highest-run-scorer-T-20 cricket

હકીકતમાં, ૩૧ વર્ષીય સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માને ૭૯ ટી-૨૦ ઇનિંગ્સમાં ૨૨૦૩ રન બનાવ્યા છે. ત્યારે હવે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કરવા માટે ૬૯ રનની જરૂરત છે.

તાજેતરમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટીલના નામે છે. ગપ્ટીલે ૭૯ ઇનિંગ્સમાં ૨૨૭૧ રન બનાવ્યા છે.

જો આ મેચમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરે છે તો, ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ બનાવી એક મોટો કિર્તિમાન પોતાના નામે કરશે.

આ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી રન બનાવનાર બેટ્સમેન માત્ર ભારતીય ખેલાડી હશે.

આ પહેલા સચિન તેંડુલકર વન-ડે ક્રિકેટમાં ૧૮૪૨૬ રન અને ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૯૨૧ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે ધરાવે છે.