Not Set/ #IPLAuction2019 : આ પૂર્વ ખેલાડીના લીધે યુવરાજ અને મલિંગાની મુંબઈ ઇન્ડિયન્સમાં થઇ વાપસી

જયપુર, આઇપીએલ-12મી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી હતી. IPLની આ સીઝનમાં 351 ખેલાડીઓમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડી છે. આ દરમિયાન ત્રણ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાની ટીમમાં મિક્સ કેપ અને અનકેપ પ્લેયર્સનો સમાવેશ કર્યો છે. જો કે આ પહેલા હરાજીમાં ભારતીય ટીના વર્લ્ડકપના હિરો અને સિક્સર કિંગ યુવરાજ સિંહ તેમજ શ્રીલંકાના ઝડપી બોલર લસિથ […]

Trending Sports
YUVRAJ SINGH #IPLAuction2019 : આ પૂર્વ ખેલાડીના લીધે યુવરાજ અને મલિંગાની મુંબઈ ઇન્ડિયન્સમાં થઇ વાપસી

જયપુર,

આઇપીએલ-12મી સિઝન માટે જયપુરમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી હતી. IPLની આ સીઝનમાં 351 ખેલાડીઓમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડી છે. આ દરમિયાન ત્રણ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાની ટીમમાં મિક્સ કેપ અને અનકેપ પ્લેયર્સનો સમાવેશ કર્યો છે.

yuvraj19122018 0 #IPLAuction2019 : આ પૂર્વ ખેલાડીના લીધે યુવરાજ અને મલિંગાની મુંબઈ ઇન્ડિયન્સમાં થઇ વાપસી
sports-#IPLAuction2019-sachin-tendulkar-happy-have-yuvraj-and-malinga-mi

જો કે આ પહેલા હરાજીમાં ભારતીય ટીના વર્લ્ડકપના હિરો અને સિક્સર કિંગ યુવરાજ સિંહ તેમજ શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો ન હતો, પરંતુ આ બંને દિગ્ગજ ક્રિકેટરોનો અંતમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સમાવેશ કરાયો છે.

જોવામાં આવે તો, આ બંને સ્ટાર ખેલાડીઓનો મુંબઈની ટીમમાં સમાવેશ કરાવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો હાથ છે, કારણ કે ભારતના આ પૂર્વ ક્રિકેટરે આ બંને ખેલાડીઓની ટીમમાં સમાવેશ કરાયા બાદ એક ટ્વિટ કર્યું છે.

lasithmalinga061218 1 0.jpeg?GJ6stb #IPLAuction2019 : આ પૂર્વ ખેલાડીના લીધે યુવરાજ અને મલિંગાની મુંબઈ ઇન્ડિયન્સમાં થઇ વાપસી
sports-#IPLAuction2019-sachin-tendulkar-happy-have-yuvraj-and-malinga-mi

આ ટ્વિટમાં તેઓએ યુવરાજ અને મલિંગા સહિતના અન્ય ક્રિકેટરોને MIની ટીમમાં વેલકમ કર્યું છે અને ખુશી પણ વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા યુવરાજ સિંહને ૧ કરોડ રૂપિયા અને લસિથ મલિંગાને ૨ કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝ સાથે ખરીદાયા છે.