Not Set/ “આપ”ના 27 ધારાસભ્યો સામે લાભના પદની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

રાષ્ટ્રપતિ કોવિંદે કહેવાતા લાભના પદને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના 27 ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરવાની માગણી કરતી અરજી રદ કરી દીધી છે. ચૂંટણીપંચે આપેલા મંતવ્યને પગલે રાષ્ટ્રપતિએ આ પગલું લીધું છે. શહેરની અનેક હોસ્પિટલો સાથે જોડાયેલી રોગી કલ્યાણ સમિતિઆેના પ્રમુખોના રૂપમાં ધારાસભ્યોની નિયુિક્ત થઈ હતી અને ત્યારબાદ એમના પર લાભના પદનો […]

India Trending
Kovind Kejriwal "આપ"ના 27 ધારાસભ્યો સામે લાભના પદની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

રાષ્ટ્રપતિ કોવિંદે કહેવાતા લાભના પદને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના 27 ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરવાની માગણી કરતી અરજી રદ કરી દીધી છે.

ચૂંટણીપંચે આપેલા મંતવ્યને પગલે રાષ્ટ્રપતિએ આ પગલું લીધું છે. શહેરની અનેક હોસ્પિટલો સાથે જોડાયેલી રોગી કલ્યાણ સમિતિઆેના પ્રમુખોના રૂપમાં ધારાસભ્યોની નિયુિક્ત થઈ હતી અને ત્યારબાદ એમના પર લાભના પદનો આરોપ મુકવામાં આવ્યો હતો.

Kejriwal 620x400 e1540480654236 "આપ"ના 27 ધારાસભ્યો સામે લાભના પદની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ એમ કહ્યું છે કે, રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચની ભલામણના આધારે આ અરજી રદ કરી છે. ચૂંટણીપંચે આ અરજી વિચારયોગ્ય નહી હોવાનું જણાવ્યું છે. આ પ્રકારની અરજીઆે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ચૂંટણીપંચને મોકલી દેવામાં આવે છે.

ત્યારબાદ ચૂંટણીપંચ પોતાનો મત વ્યકત કરે છે અને તેના આધાર પર રાષ્ટ્રપતિ આદેશ જારી કરતા હોય છે. દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત 26મી એપ્રિલે જારી થયેલા એક આદેશમાં એવો ઉલ્લેખ હતો કે રોગી કલ્યાણ સમિતિઆે ફકત પરામર્શનું કામ કરતી હોય છે જેનાથી આરોગ્ય સુવિધાઆે આપવામાં મદદ મળે છે.

આપના ધારાસભ્યોની વિરૂધ્ધ જે ફરિયાદો થઈ હતી તેમાં એમ જણાવાયું હતું કે, દિલ્હી સરકારે 2009માં એક આદેશ જારી કરીને તમામ હોસ્પિટલોમાં રોગી કલ્યાણ સમિતિના ગઠનને મંજૂરી આપી હતી અને તેની રચના સ્થાનિક ધારાસભ્યના નેતૃત્વમાં કરવામાં આવી હતી માટે તે લાભના પદ સમાન છે પરંતુ આ દલીલને ચૂંટણીપંચે ફગાવી છે અને કહ્યું છે કે તેમાં કોઈ મેરિટ નથી. આમ, દિલ્હીની આપ સરકારનો આ અદાલતી જંગમાં વિજય થયો છે.