Not Set/ #INDvWI : અંતિમ વન-ડેમાં ધોનીએ કમાલ કરવાની સાથે જ આ ખેલાડીને છોડ્યા પાછળ

તિરુવંતપુરમ, તિરુવંતપુરમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી અંતિમ વન-ડે મેચમાં મેદાનમાં ઉતર્યા બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમ એસ ધોનીએ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી બેટ દ્વારા પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા ધોનીનો વિકેટની પાછળ કમાલ કરવામાં સફળ રહ્યા છે, ત્યારે હવે અંતિમ મેચમાં ધોનીએ ભુવનેશ્વર કુમારના બોલ પર કીરોન પોવેલનો […]

Trending Sports
ms dhoni 759 #INDvWI : અંતિમ વન-ડેમાં ધોનીએ કમાલ કરવાની સાથે જ આ ખેલાડીને છોડ્યા પાછળ

તિરુવંતપુરમ,

તિરુવંતપુરમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી અંતિમ વન-ડે મેચમાં મેદાનમાં ઉતર્યા બાદ ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમ એસ ધોનીએ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.

છેલ્લા કેટલાક સમયથી બેટ દ્વારા પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા ધોનીનો વિકેટની પાછળ કમાલ કરવામાં સફળ રહ્યા છે, ત્યારે હવે અંતિમ મેચમાં ધોનીએ ભુવનેશ્વર કુમારના બોલ પર કીરોન પોવેલનો કેચ પકડવાની સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી છે.

image #INDvWI : અંતિમ વન-ડેમાં ધોનીએ કમાલ કરવાની સાથે જ આ ખેલાડીને છોડ્યા પાછળ
sports-ms-dhoni-most-successful-wicketkeeper-odi-mark-boucher-kumar-sangakkara-adam-gilchrist

હકીકતમાં, એમ એસ ધોની કેરેબિયન ખેલાડી પોવેલનો કેચ પકડવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં શિકાર કરવાના મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર માર્ક બાઉચરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ સાથે જ ધોની વન-ડે ક્રિકેટમાં ત્રીજા નંબરના સૌથી વધુ શિકાર કરનાર વિકેટકીપર બન્યા છે. કીરોન પોવેલ ધોનીનો વન-ડેમાં વિકેટ પાછળ ૪૨૫મો શિકાર બન્યા છે.

એમ એસ ધોનીએ ૩૩૨ મેચોમાં ૩૧૦ કેચ, ૧૧૫ સ્ટમ્પિંગ સાથે કુલ ૪૨૫ શિકાર કર્યા છે. માર્ક બાઉચરનો નામે કુલ ૪૨૪ શિકાર છે, ત્યારે હવે ધોનીથી માત્ર ઓસ્ટ્રેલિયા પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ (૪૭૨) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (૪૮૨) આગળ છે.