Not Set/ ICC ચેમ્પિયનશિપ : ભારત – શ્રીલંકા વચ્ચેની મેચમાં પાંચ ભારતીયોને મેદાનમાંથી કરાયા બહાર

કોલંબો, શ્રીલંકામાં રમાઈ રહેલી ICC ચેમ્પિયનશિપ દરમિયાન શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓ દ્વારા પાંચ શંકાસ્પદ ભારતીયોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ મેચ દરમિયાન શંકાસ્પદ આચરણ કરવાના આરોપમાં આ ભારતીયોને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાંચ ભારતીયોની શંકાસ્પદ કરતૂતના કારણે તેઓને પોલીસને સોપવામાં આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટના એક અધિકારીના […]

Sports
EzqnGaLPQk ICC ચેમ્પિયનશિપ : ભારત - શ્રીલંકા વચ્ચેની મેચમાં પાંચ ભારતીયોને મેદાનમાંથી કરાયા બહાર

કોલંબો,

શ્રીલંકામાં રમાઈ રહેલી ICC ચેમ્પિયનશિપ દરમિયાન શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓ દ્વારા પાંચ શંકાસ્પદ ભારતીયોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ મેચ દરમિયાન શંકાસ્પદ આચરણ કરવાના આરોપમાં આ ભારતીયોને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાંચ ભારતીયોની શંકાસ્પદ કરતૂતના કારણે તેઓને પોલીસને સોપવામાં આવ્યા છે.

શ્રીલંકા ક્રિકેટના એક અધિકારીના જણાવ્યું હતું કે, “તેઓને આ મેચ દરમિયાન ફોન પર વાતચીત કરતા જોયા હતા. જયારે તેઓનેઆ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે, તેઓ પોતાના ઘરે મેચ અંગે જણાવી રહ્યા હતા.

આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, તેઓના સંબંધ સટોડિયા સાથે છે કે નહિ.

જો કે મોટા સ્કોરની આ મેચમાં શ્રીલંકાએ અંતિમ ઓવરમાં જીત મેળવી હતી, જયારે આ સિરીઝ ભારતના પક્ષમાં રહી હતી.

મહત્વનું છે કે, આ વન-ડે સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો જ એક ભાગ છે. આ સિરીઝમાં ક્વોલિફાય કરનારી ત્રણ ટીમોની પસંદ કરવામાં આવશે.

આ પહેલા પણ ડોમેસ્ટિક ટી-૨૦ મેચ દરમિયાન ઘણા શંકાસ્પદ ભારતીય અને પાકિસ્તાનના નાગરિકોને આ જ પ્રકારે મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા હતા.