Not Set/ #INDvAUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી ૩૪ રને હાર, રોહિત શર્માની સદી ગઈ એડે

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી વન-ડેમાં ભારતને ૩૪ રને પરાજય આપ્યો છે. આ સાથે જ યજમાન ટીમે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૮૮ રન બનાવ્યા હતા અને ભારતને […]

Top Stories Trending Sports
Dws3YHiUYAE2GXo #INDvAUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને આપી ૩૪ રને હાર, રોહિત શર્માની સદી ગઈ એડે

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી વન-ડેમાં ભારતને ૩૪ રને પરાજય આપ્યો છે. આ સાથે જ યજમાન ટીમે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૨૮૮ રન બનાવ્યા હતા અને ભારતને ૨૮૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે  ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને માત્ર ૪ રનમાં જ ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અત્યારસુધીમાં ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૨૫૪ રન જ બનાવ્યા હતા.

ઓપનર બેટ્સમેન શિખર ધવન અને અંબાતી રાયડુ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા થયા હતા જયારે વિરાટ કોહલીએ ૩ રન બનાવ્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ ૫૧ રન બનાવ્યા હતા અને આ દરમિયાન પોતાના વન-ડે કેરિયરના ૧૦,૦૦૦ હજાર રન પણ પૂર્ણ કર્યા હતા.

જયારે ઓપનર બેટ્સમેન રોહિત શર્મા સૌથી વધુ ૧૩૩ રન બનાવ્યા હતા અને પોતાના વન-ડે કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો.

પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન અરોન ફિન્ચ ૬ રન તેમજ વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી ૨૪ રન બનાવી આઉટ થયા હતા. જયારે ઉસ્માન ખ્વાજા અને શોન માર્શની જોડીએ ત્રીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી નોધાવી હતી. ખ્વાજા ૫૯ રન, પીટર હેન્ડ્સકોમ્બ ૭૩ રન અને શોન માર્શ ૫૪ રન બનાવી આઉટ થયા હતા.

જયારે ભારતીય ટીમ તરફથી સ્પિન બોલર કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે ૨ – ૨ વિકેટ તેમજ જાડેજાએ ૧ વિકેટ લીધી છે.