Not Set/ BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ : ઓકુહારાને હરાવી પી વી સિધ્ધુ બની વર્લ્ડ ચેમ્પિયન

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ઓલમ્પિક મેડાલિસ્ટ પિ વી સિદ્ધુએ વર્લ્ડ ટૂર ફાઈનલ્સનું ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે. ૨૩  વર્ષીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી સિદ્ધુએ BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સની ટુર્નામેન્ટમાં જાપાનની ખેલાડી નોજોમી ઓકુહારાને હરાવી આ ટાઈટલ પોતાના નામે કર્યું છે. પિ વી સિધ્ધુના BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સનું પહેલું ટાઈટલ છે. ગયા વર્ષે તે રનર્સઅપ […]

Top Stories Trending Sports
DuhGudbUYAALDGe BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ : ઓકુહારાને હરાવી પી વી સિધ્ધુ બની વર્લ્ડ ચેમ્પિયન

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને ઓલમ્પિક મેડાલિસ્ટ પિ વી સિદ્ધુએ વર્લ્ડ ટૂર ફાઈનલ્સનું ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે.

૨૩  વર્ષીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી સિદ્ધુએ BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સની ટુર્નામેન્ટમાં જાપાનની ખેલાડી નોજોમી ઓકુહારાને હરાવી આ ટાઈટલ પોતાના નામે કર્યું છે.

પિ વી સિધ્ધુના BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સનું પહેલું ટાઈટલ છે. ગયા વર્ષે તે રનર્સઅપ રહી હતી, ત્યારે હવે આ ખિતાબ જીતીને દુકાળ સમાપ્ત કર્યો છે.

વર્લ્ડ ટૂર ફાઈનલ્સ ટુર્નામેન્ટની ફાઈનલમાં વર્લ્ડ નંબર ૬ ખેલાડી સિધ્ધુએ જાપાનીઝ ખેલાડીને ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવી હતી.  આ સાથે જ સિદ્ધુએ ઓકુહારા સામે પોતાનો રેકોર્ડ ૭-૬ કરી દીધો છે.

આ પહેલા વર્ષ ૨૦૧૭માં નોઝોમી ઓકુહારાએ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારતીય બેડમિન્ટન સ્ટાર પી વી સિધ્ધુને હરાવી હતી.