Not Set/ ICC દ્વારા મેચ દરમિયાન કે ડ્રેસિંગરૂમમાં સ્માર્ટવોચ પહેરવા પર લગાવાયો પ્રતિબંધ

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શુક્રવારે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ICCએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કે ડ્રેસિંગરૂમમાં પણ સ્માર્ટવોચ, સંચાર સાધનોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે. ICC દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે કે, ખેલાડીઓ તેમજ મેચના અધિકારીઓના ક્ષેત્રના દિશા-નિર્દેશના ભાગરૂપે મેદાનમાં અને પીએમઓએ માટે બનાવવામાં આવેલા ક્ષેત્રમાં સ્માર્ટવોચ પહેરવા પર […]

Sports
4f28f467c8a3fa12aa105b4a3c60b ICC દ્વારા મેચ દરમિયાન કે ડ્રેસિંગરૂમમાં સ્માર્ટવોચ પહેરવા પર લગાવાયો પ્રતિબંધ

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શુક્રવારે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ICCએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કે ડ્રેસિંગરૂમમાં પણ સ્માર્ટવોચ, સંચાર સાધનોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

ICC દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે કે, ખેલાડીઓ તેમજ મેચના અધિકારીઓના ક્ષેત્રના દિશા-નિર્દેશના ભાગરૂપે મેદાનમાં અને પીએમઓએ માટે બનાવવામાં આવેલા ક્ષેત્રમાં સ્માર્ટવોચ પહેરવા પર અનુમતિ આપવામાં આવશે નહીં.

ICC ICC દ્વારા મેચ દરમિયાન કે ડ્રેસિંગરૂમમાં સ્માર્ટવોચ પહેરવા પર લગાવાયો પ્રતિબંધ

ICC દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું, “PMOAના કોમ્યુનિકેશન સાધનો પર રોક હશે અને કોઈ પણ ખેલાડીને આ પ્રકારે સંચાર ઉપકરણો રાખવા કે તેનો ઉપયોગ કરવા પર અનુમતિ આપવામાં આવશે નહીં, જે ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે”.

આઈસીસી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, “સ્માર્ટવોચ કે જે ફોન,વાઈ-ફાઈ અથવા તો કોઈ ઉપકરણ સાથે કોમ્યુનિકેશન હાંસલ કરી શકે છે ત્યારે તેના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જયારે હવે તમામ ખેલાડીઓને યાદ કરવવામાં આવશે કે મેચના દિવસે મેદાનમાં પ્રવેશવાની સાથે જ આ પ્રકારના ઉપકરણોને પોતાના મોબાઈલ સાથે સોપી દેવો પડશે”.

મહત્વનું છે કે, મેચ ફિક્સિંગના કોઈ પણ આરોપથી બચવા માટે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓને સ્માર્ટવોચ પહેરવાથી રોક્યા બાદ ICC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.