Not Set/ આ મહાન ક્રિકેટરે સાન્તાક્લોઝ બની બાળકોના ઉડાવી દીધા હોશ, Video

મુંબઇ, નાતાલના તહેવારમાં દરેક બાળકનું ડ્રિમ હોય છે કે તેમને મનગમતો હીરો સાન્ટાક્લોઝ બનીને આવે અને ઝોલામાં બહુ જ બધી ગિફ્ટસ લાવે. હવે કલ્પના કરો કે નાતાલમાં તમારા લાડલાઓને ગિફ્ટ આપવા સાન્ટાના સ્વરૂપમાં ડ્રિમ હીરો સચિન તેંડુલકર પ્રગટ થાય તો.. આ કલ્પના નથી પણ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સાંતા ક્લોઝ બનીને બાળકોને મજા કરાવી […]

India Sports
byii આ મહાન ક્રિકેટરે સાન્તાક્લોઝ બની બાળકોના ઉડાવી દીધા હોશ, Video

મુંબઇ,

નાતાલના તહેવારમાં દરેક બાળકનું ડ્રિમ હોય છે કે તેમને મનગમતો હીરો સાન્ટાક્લોઝ બનીને આવે અને ઝોલામાં બહુ જ બધી ગિફ્ટસ લાવે. હવે કલ્પના કરો કે નાતાલમાં તમારા લાડલાઓને ગિફ્ટ આપવા સાન્ટાના સ્વરૂપમાં ડ્રિમ હીરો સચિન તેંડુલકર પ્રગટ થાય તો..

આ કલ્પના નથી પણ દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સાંતા ક્લોઝ બનીને બાળકોને મજા કરાવી હતી. સચિને પોતાના સાંતા ક્લોઝ લુકનો એક વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે.સચિન સફેદ દાઢી અને ફૂમતાવાળા લાલ ડ્રેસમાં સાન્તાક્લોઝ બન્યો છે. આ વીડિયો પોસ્ટ કર્યા પછી ફેન્સ સચિનના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

આ વીડિયોમાં સચિન સાંતા ક્લોઝનો ડ્રેસ પહેરીને પોતાની કારમાં બેઠો છે અને જણાવી રહ્યો છે કે તે બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. તેણે પોતાના ચહેરા પર સાંતા ક્લોઝની નકલી સફેદ રંગની દાઢી લગાવી છે.

આ પછી સચિન હાથમાં બેટ લઈને બે ટેનિસના બોલ સાથે બાળકોના હોલમાં એન્ટર થાય છે. જો કે બાળકો છેક સુધી અજાણ રહે છે કે સાન્ટાના સ્વરૂપમાં સાક્ષાત સચિન છે.

જો કે સચિન જેવી પોતાની દાઢી હટાવે છે કે તરત જ બાળકો તેને ઓળખી જાય છે અને સચિન..સચિનથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ પછી ક્રિસમસની ધુન જિંગલ બેલ-જિંગલ બેલ વાગે છે અને સચિન બાળકો સાથે ક્રિકેટ પણ રમતો જોવા મળે છે.