Not Set/ ભારત સામે રમાનારી ૫ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા ઈંગ્લેંડના આ ક્રિકેટરે આપ્યું મહત્વનું નિવેદન

લંડન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં યજમાન ટીમે શાનદાર વિજય હાંસલ કરતા સીરીઝ પોતાના નામે કરી હતી. ત્યારે હવે આગામી ૧ ઓગષ્ટથી શરુ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેને જોની બેયર્સ્ટોનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જોની બેયર્સ્ટોએ જણાવ્યું હતું કે, “ઈંગ્લેંડની ટીમ વન-ડે […]

Trending Sports
PyLzRbzTRa ભારત સામે રમાનારી ૫ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા ઈંગ્લેંડના આ ક્રિકેટરે આપ્યું મહત્વનું નિવેદન

લંડન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં યજમાન ટીમે શાનદાર વિજય હાંસલ કરતા સીરીઝ પોતાના નામે કરી હતી. ત્યારે હવે આગામી ૧ ઓગષ્ટથી શરુ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેને જોની બેયર્સ્ટોનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

જોની બેયર્સ્ટોએ જણાવ્યું હતું કે, “ઈંગ્લેંડની ટીમ વન-ડે સીરીઝમાં મળેલી જીતની લયને ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં પણ જાળવી રાખશે”.  ટેસ્ટ અને વન-ડે ટીમના ખેલાડીઓમાં વધુ અંતર નથી ત્યારે વન-ડે સીરીઝમાં વિજય નિશ્ચિતરૂપથી હમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે”.

૨૮ વર્ષીય ઈંગ્લીશ વિકેટકીપરે જણાવ્યું, “દુનિયાની નંબર ૧ ટીમ સામે રમવું અને એ પણ જયારે તમે નંબર ૧ પર છો ત્યારે દબાવ હંમેશા હોય છે અને અમે આ સીરીઝમાં વિજય હાંસલ કર્યો હતો”.

જોની બેયર્સ્ટોએ વધુમાં કહ્યું, “અમે આ આત્મવિશ્વાસની લયને ટેસ્ટ ટીમમાં પણ જાળવી રાખીશું, પરંતુ સાથે અમે એ પણ જાણીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટ પૂરી રીતે અલગ ફોર્મેટ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટી-૨૦ સીરીઝમાં ભારત સામે મળેલી હાર બાદ વન-ડે સીરીઝમાં વાપસી કરતા ઇન્ડિયન ટીમને ૨-૦થી હરાવી હતી.