Not Set/ વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાનો દબદબો રાખ્યો યથાવત, ICC વર્લ્ડ ઈલેવનને ૭૨ રને હરાવી હાંસલ કરી શાનદાર જીત

લંડન, ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૭૨ રને શાનદાર વિજય મેળવ્યો છે.  વેસ્ટ ઇન્ડીઝ અને ICC વર્લ્ડ T-૨૦ ઈલેવન વચ્ચે રમાયેલી આ મેચમાં પહેલેથી કેરેબિયન ટીમ વર્લ્ડ ૧૧ની ટીમ પર ભારે પડી હતી. કેરેબિયન ટીમની કેપ્ટનશી કાર્લોસ બ્રેથવેઇટને સોપવામાં આવી હતી જયારે વર્લ્ડ […]

Sports
west indies vs world xi વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાનો દબદબો રાખ્યો યથાવત, ICC વર્લ્ડ ઈલેવનને ૭૨ રને હરાવી હાંસલ કરી શાનદાર જીત

લંડન,

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૭૨ રને શાનદાર વિજય મેળવ્યો છે.  વેસ્ટ ઇન્ડીઝ અને ICC વર્લ્ડ T-૨૦ ઈલેવન વચ્ચે રમાયેલી આ મેચમાં પહેલેથી કેરેબિયન ટીમ વર્લ્ડ ૧૧ની ટીમ પર ભારે પડી હતી.

કેરેબિયન ટીમની કેપ્ટનશી કાર્લોસ બ્રેથવેઇટને સોપવામાં આવી હતી જયારે વર્લ્ડ T-૨૦ ઈલેવનની કમાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીના હાથમાં આપવામાં આવી હતી.

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૯૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ત્યારે આ ટાર્ગેટના જવાબમાં આફ્રિદીની સેના ૧૬.૪ ઓવરમાં જ માત્ર ૧૨૭  રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી અને ૭૨ રને પરાજયનો સ્વાદ ચાખ્યો હતો.

ક્રિકેટના મક્કામાં રમાયેલી આ ટી-૨૦ મેચ એક સામાન્ય મેચથી અલગ હતી. જ્યાં એક બાજુ દુનિયાના ટોચના ખેલાડીઓ હતા જયારે બીજી બાજુ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝ.

પ્રથમ બેટિંગ કરતા કેરેબિયન ટીમ તરફથી ઓપનિંગ બેટ્સમેન ઇવિન લુઇસે માત્ર ૨૬ બોલમાં ૫ ચોક્કા અને ૫ સિક્સર સાથે ૫૮ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત મિડલ ઓડર બેટ્સમેન માર્લોન સેમ્યુઅલે ૪૩, વિકેટકીપર બેટ્સમેન દિનેશ રામદીને ૪૪ અને આન્દ્રે રસેલે ૨૧ રનનું યોગદાન આપ્યું હતું અને ૨૦ ઓવરમાં ૧૯૯ રનનો સ્કોર ખડકયો હતો.

૧૨૭ રન પર જ તંબુભેગી થઇ આફ્રિદીની સેના

વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરતા વર્લ્ડ ટી-૨૦ ઈલેવનની ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૧૨૭ રન પર જ સમેટાઈ ગઈ હતી. વર્લ્ડ ટી-૨૦ ઈલેવનની ટીમ તરફથી શ્રીલંકન ઓલરાઉન્ડર તિસારા પરેરાએ માત્ર ૩૭ બોલમાં ૬૧ રનની ઇનિંગ્સ રમી હતી. જયારે કેપ્ટન શાહિદ આફ્રિદી ૧૧, રાશિદ ખાન ૯ અને ભારતીય ખેલાડી દિનેશ કાર્તિક ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા થયા હતા.

જયારે કેરેબિયન ઝડપી બોલર કેસરિક વિલિયમ્સે સૌથી વધુ ૩ વિકેટ જયારે સ્પિન બોલર બદ્રી અને આન્દ્રે રસેલે ૨-૨ વિકેટ ઝડપી હતી.

આ મેચનો અંદાજ પણ હતો કઈક અલગ

બીજી બાજુ આ ટી-૨૦ મેચમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે આમ રીતે કોઈ પણ મેચમાં જોવા મળતું નથી. લોર્ડ્સમાં રમાયેલી આ મેચ દરમિયાન જ્યાં કોમેન્ટેટર મેદાન પર જ રહીને ફિલ્ડ પર રહેલા ખેલાડીઓ સાથે વાત કરી રહ્યા હતા, આ ઉપરાંત આ મેચમાં બેટ્સમેન માટે રનરની પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ મેચ યોજવા પાછળ શું હતું કારણ

આ મેચના આયોજનનું મુખ્ય કારણ, આ મેચથી જેટલા રૂપિયાની કમાણી થશે તેનો ઉપયોગ ગત વર્ષે તોફાનના કારણે વેસ્ટ ઇન્ડીઝના ક્ષતિગ્રસ્ત થયેલા પાંચ સ્ટેડિયમના પુન:નિર્માણ માટે કરવામાં આવશે.