Not Set/ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એરોન ફિન્ચે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

એરોન ફિન્ચે હરારે, ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમ વચ્ચે રમાયેલી ટી-૨૦ મેચમાં કાંગારું ઓપનર એરોન ફિન્ચે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મંગળવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફિન્ચે ૧૭૨ રનની તૂફાની ઇનિંગ્સ રમી છે. કાંગારું પ્લેયર એરોન ફિન્ચે ૧૭૨ રનની ઇનિંગ્સ રમવાની સાથે જ પોતાનો જ રેકોર્ડ તોડી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં […]

Top Stories Trending Sports
fea2a2736631fa06f442fbf928917870 ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એરોન ફિન્ચે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

એરોન ફિન્ચે

હરારે,

ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમ વચ્ચે રમાયેલી ટી-૨૦ મેચમાં કાંગારું ઓપનર એરોન ફિન્ચે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મંગળવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફિન્ચે ૧૭૨ રનની તૂફાની ઇનિંગ્સ રમી છે.

કાંગારું પ્લેયર એરોન ફિન્ચે ૧૭૨ રનની ઇનિંગ્સ રમવાની સાથે જ પોતાનો જ રેકોર્ડ તોડી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા જ ફિન્ચે જ ૨૦૧૩માં ૧૫૬ રન બનાવ્યા હતા.

એરોન ફિન્ચની ૧૭૨ રનની તુફાની ઇનિંગ્સ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં ૨ વિકેટના નુકશાને ૨૨૯ રનનો સ્કોર ખડકયો છે. ફિન્ચે ૭૬ બોલમાં ૧૦ સિક્સર અને ૧૬ ચોક્કાની મદદથી ૧૭૨ રન ફટકાર્યા હતા.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ઓપનર જોડી એરોન ફિન્ચ અને ડાર્સી શોટની જોડીએ ઝિમ્બાબ્વેની સામેની મેચમાં ૨૨૩ રનની ભાગીદારી નોધાવી છે, જે ટી-૨૦ ક્રિકેટમાં અત્યારસુધી નોધાયેલી સૌથી વધુ રનની પાર્ટનરશિપ છે.

ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટની સૌથી મોટી પાંચ ઇનિંગ્સ :

૧૭૨ રન : એરોન ફિન્ચ (v/s ઝિમ્બાબ્વે, ૨૦૧૮)

૧૫૬ રન : એરોન ફિન્ચ (v/s  ઈંગ્લેંડ, ૨૦૧૩)

૧૪૫ રન : ગ્લેન મેક્સવેલ (v/s  શ્રીલંકા, ૨૦૧૬)

૧૨૫ રન : ઇવિન લુઇસ (v/s  ઈંગ્લેંડ, ૨૦૧૭)

૧૨૪ રન : શેન વોટસન (v/s ભારત, ૨૦૧૬)