Not Set/ સ્પોર્ટ્સ/ અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડી હશે કેપ્ટન

આવતા વર્ષે શરૂ થઇ રહેલા અંડર -19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ટીમની કમાન્ડ પ્રિયમ ગર્ગને સોંપવામા આવી છે, જ્યારે ઉપ-કેપ્ટન માટે ધ્રુવચંદ જ્યૂરલની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કપ 17 જાન્યુઆરીથી શરૂ થશે. વળી તેની ટાઇટલ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. 16 ટીમની સ્પર્ધા 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચાર શહેરો […]

Top Stories Sports
images 57 સ્પોર્ટ્સ/ અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, આ ખેલાડી હશે કેપ્ટન

આવતા વર્ષે શરૂ થઇ રહેલા અંડર -19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. ટીમની કમાન્ડ પ્રિયમ ગર્ગને સોંપવામા આવી છે, જ્યારે ઉપ-કેપ્ટન માટે ધ્રુવચંદ જ્યૂરલની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કપ 17 જાન્યુઆરીથી શરૂ થશે. વળી તેની ટાઇટલ મેચ 19 જાન્યુઆરીએ રમાશે.

Image result for 2020 under 19 world cup"

16 ટીમની સ્પર્ધા 17 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચાર શહેરો અને આઠ સ્થળોએ યોજાશે. આ ટીમોને ચાર ગ્રુપોમાં વહેંચવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને જાપાનની સાથે ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકાને અફઘાનિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત અને કેનેડા સાથે ગ્રુપ ડીમાં સ્થાન મળ્યુ છે. ભારતની પ્રથમ મેચ શ્રીલંકા સામે 19 જાન્યુઆરીએ બ્લોએમફોંટેનમાં મૈગુંગ ઓવલ ખાતે રમાશે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ અને નાઇજિરીયાની ટીમો છે જ્યારે ગ્રુપ સીમાં પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડની ટીમો છે.

ભારતે 4 વખત જીત્યુ છે ટાઇટલ

Image result for india under 19 cricket team 2000 world cup win"

આ ટુર્નામેન્ટની 13મી સીઝન થવા જઈ રહી છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ભારતનું પલડુ ભારે દેખાઇ રહ્યુ છે. ભારતે આ ટાઇટલ સૌથી વધુ 4 વખત મેળવ્યું છે. 2018 માં યોજાયેલી છેલ્લી ટૂર્નામેન્ટમાં ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજિત કરી ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે 2000 માં શ્રીલંકાને હરાવીને પ્રથમ ખિતાબ જીત્યો, 2008 માં દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજો ખિતાબ જીત્યો હતો.

ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવચંદ જ્યૂરલ (ઉપ-કપ્તાન અને વિકેટ-કીપર), શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અત્રગી ત્યાગી, અતીવ ત્યાગી. કુશાગ્ર (વિકેટ-કીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.