Not Set/ VIDEO, AUS v/s SA : ડીન એલ્ગરે ટીમ પેનનો પકડ્યો શાનદાર કેચ, પછી ફેન્સ બોલ્યા “કેચ ઓફ ધ સેન્ચુરી”

જોહનિસબર્ગ, ક્રિકેટની રમતમાં બેટિંગ, બોલિંગની સાથે સાથે ફિલ્ડીંગના પાસાનું પણ ઘણું મહત્વ હોય છે. કેટલીક ક્રિકેટની મેચોમાં ટીમો પોતાની ઉત્કૃષ્ટ ફિલ્ડીંગ પ્રદર્શન દ્વારા વિજય મેળવતી હોય છે. તેથી જ કહેવાયું છે કે, “પકડો કેચ, જીતો મેચ”. ક્રિકેટના મેદાન પર કેટલીક વાર શાનદાર કેચ જોવા મળતા હોય છે કે ત્યરબાદ સમર્થકો તેની વાહ-વાહી કરવા માટે મજબૂર […]

Sports

જોહનિસબર્ગ,

ક્રિકેટની રમતમાં બેટિંગ, બોલિંગની સાથે સાથે ફિલ્ડીંગના પાસાનું પણ ઘણું મહત્વ હોય છે. કેટલીક ક્રિકેટની મેચોમાં ટીમો પોતાની ઉત્કૃષ્ટ ફિલ્ડીંગ પ્રદર્શન દ્વારા વિજય મેળવતી હોય છે. તેથી જ કહેવાયું છે કે, “પકડો કેચ, જીતો મેચ”.

ક્રિકેટના મેદાન પર કેટલીક વાર શાનદાર કેચ જોવા મળતા હોય છે કે ત્યરબાદ સમર્થકો તેની વાહ-વાહી કરવા માટે મજબૂર થતા હોય છે. આ જ પ્રકારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી અંતિમ અને ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન આફ્રિકાના ખેલાડી ડીન એલ્ગરે હવામાં ડાઈવ મારતા શાનદાર કેચ પકડ્યો હતો કે તેને કેટલાક લોકોએ “કેચ ઓફ ધ સેન્ચુરી” ગણાવ્યો હતો.

હકીકતમાં, ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ટીમ પેને હવામાં શોટ માર્યો હતો ત્યારે આફ્રિકન ફિલ્ડર એલ્ગરે પોતાની પાછળની તરફ ડાઈવ લગાવતા હવામાં જ કેચ પકડ્યો હતો.

કાંગારું ટીમના કેપ્ટન ટીમ પેને આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાના બોલ પર શોટ લગાવ્યો હતો ત્યારે બોલ મિડ ઓફની તરફ હવામાં ગયો હતો. આ દરમિયાન એલ્ગરે હવામાં ડાઈવ લગાવી હતી અને આ ખુબ મુશ્કેલભર્યા ચાન્સને એક શાનદાર કેચમાં પ્રવર્તિત કર્યો હતો.

જો કે ત્યારબાદ સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટના પ્રેમીઓએ આ કેચની ખુબ પ્રશંસા કરી હતી. જેમાં એક ફેન્se અ કેચને “કેચ ઓફ ધ સેન્ચુરી” ગણાવ્યો હતો.