Not Set/ વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણી છોડીને ઈંગ્લેંડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ

મુંબઈ, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યા બાદ વિશ્વભરમાં પોતાના બેટિંગ પરફોર્મન્સ દ્વારા ધાક જમાવી છે. આજે વિશ્વની દિગ્ગજ ક્રિકેટ ટીમોના બોલરો પણ કોહલી સામે બોલિંગ કરતા ડરતા હોય છે પરંતુ જયારે ઈંગ્લેંડનું નામ આવે છે ત્યારે ભારતીય કેપ્ટનનું પ્રદર્શન ફિક્કું નજરે જોવા મળે છે. વિરાટ કોહલીએ ઈંગ્લેંડમાં રમાયેલી ૫ ટેસ્ટમાં માત્ર ૧૩.૪૦ના […]

Sports
643314 kohli bcci વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણી છોડીને ઈંગ્લેંડમાં રમશે કાઉન્ટી ક્રિકેટ

મુંબઈ,

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યા બાદ વિશ્વભરમાં પોતાના બેટિંગ પરફોર્મન્સ દ્વારા ધાક જમાવી છે. આજે વિશ્વની દિગ્ગજ ક્રિકેટ ટીમોના બોલરો પણ કોહલી સામે બોલિંગ કરતા ડરતા હોય છે પરંતુ જયારે ઈંગ્લેંડનું નામ આવે છે ત્યારે ભારતીય કેપ્ટનનું પ્રદર્શન ફિક્કું નજરે જોવા મળે છે.

વિરાટ કોહલીએ ઈંગ્લેંડમાં રમાયેલી ૫ ટેસ્ટમાં માત્ર ૧૩.૪૦ના એવરેજથી ૧૩૪ રન જ બનાવી શક્યો હતો. ત્યારે ભારતીય કેપ્ટન તેના આ નબળા પરફોર્મન્સને લઇ ગંભીર જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ભારતીય ટીમના ઈંગ્લેંડના પ્રવાસે જવાની છે. આ દરમિયાન ૫ ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચની શ્રેણી રમવાની છે ત્યારે આ કપરા પ્રવાસને લઇ વિરાટ કોહલી અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી એક માત્ર ટેસ્ટની શ્રેણીમાં ભાગ લેશે નહીં. આ દરમિયાન તેઓ ઈંગ્લેંડમાં જઈને સરેની ટીમ સાથે કાઉન્ટી ક્રિકેટમાં રમશે.

માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આ નિર્ણય ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ત્યાંની પરિસ્તિથીઓમાં તાલમેલ બનાવવા માટે આ નિર્ણય કર્યો છે.  

ભારતીય ટીમ ૧ ઓગસ્ટથી એજબેસ્ટનમાં રમાનારી પ્રથમ ટેસ્ટથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. નોધનીય છે કે, આ પહેલાના ઈંગ્લેંડ પ્રવાસ દરમિયાન કોહલી ફ્લોપ સાબિત થયો હતો ત્યારે આ પ્રવાસ પર તમામ રીતે ફોકસ કરવા માટે અફઘાનિસ્તાન સામે રમાનારી એક માત્ર ટેસ્ટની શ્રેણીમાં ભાગ લેશે નહીં. આઈપીએલ-૧૧ની સિઝન પૂરી થયા બાદ વિરાટ કોહલી સીધા જ લંડનમાં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે રવાના થશે.

બીજી બાજુ ભારતીય ટીમમાં રાહુલ દ્રવિડના નિવૃત્ત થયા બાદ મિ. વોલ કહેવાતા ચેતેશ્વર પુજારા પણ કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયરની ટીમ તરફથી પોતાનો વધુ સમય આપવાનો પ્રયત્ન કરશે.

આ કાઉન્ટી ક્રિકેટ સિઝન દરમિયાન શરુઆતમાં સરેની ટીમ ૪ દિવસની ત્રણ મેચો ૯ જૂનથી લઇ ૨૮ જૂન વચ્ચે રમવાની છે. અ ત્રણ મેચો દરમિયાન સરે હૈમ્પશાયર, સમરસેટ અને યોર્કશાયરની ટીમ સામે રમશે ત્યારે યોર્કશાયર સામે રમાનારી મેચ દરમિયાન કોહલી અને પુજારા એકબીજા સામે રમતા જોવા મળી શકે છે.