Not Set/ માત્ર ૧૭ દિવસમાં જ વિરાટ કોહલીએ ઈંગ્લેંડના કેપ્ટનનો આ અંદાજમાં લીધો બદલો

બર્મિઘમ, બર્મિઘમના એજબેસ્ટન ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે. જો કે આ પહેલા મેચના ત્રીજા સેશનમાં યજમાન ટીમ કેપ્ટન જો રુટ અને જોની બેયર્સ્ટોની અડધી સદીના સહારે મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું હતું. જો કે આ […]

Trending Sports
માત્ર ૧૭ દિવસમાં જ વિરાટ કોહલીએ ઈંગ્લેંડના કેપ્ટનનો આ અંદાજમાં લીધો બદલો

બર્મિઘમ,

બર્મિઘમના એજબેસ્ટન ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જણાઈ રહી છે. જો કે આ પહેલા મેચના ત્રીજા સેશનમાં યજમાન ટીમ કેપ્ટન જો રુટ અને જોની બેયર્સ્ટોની અડધી સદીના સહારે મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું હતું.

જો કે આ ટેસ્ટ મેચની ૬૩મી ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેંડની ટીમના કેપ્ટન જો રુટને રનઆઉટ કરીને મેચમાં ટર્નિંગ પોઈન્ટ અપાવ્યો હતો.

india7777 080218075537 માત્ર ૧૭ દિવસમાં જ વિરાટ કોહલીએ ઈંગ્લેંડના કેપ્ટનનો આ અંદાજમાં લીધો બદલો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે સિરીઝ દરમિયાન જો રુટના બેટ ડ્રોપ કરીને જે ઈશારો કર્યો તેનો બદલો લીધો છે. હકીકતમાં, ૧૭ જુલાઈના રોજ વન-ડે સિરીઝની અંતિમ મેચમાં જો રૂટે જયારે પોતાની સદી પૂરી કરી હતી, ત્યારે કોહલી સામે જોતા પોતાનું બેટ છોડ્યું હતું. જો કે આ ઈશારા દ્વારા તે જણાવવા માંગતા હતા કે ટેસ્ટ સિરીઝમાં પણ આ શાનદાર ફોર્મ યથાવત રહેશે.

કોહલીએ મેચના અંતિમ સેશનમાં જો રુટને પોતાના ડાયરેક્ટ થ્રો દ્વારા રન આઉટ કરીને સદી ફટકારવા પહેલા જ પેવેલિયનમાં મોકલ્યો હતો. અ સાથે જ ટીમ ઇન્ડિયાના કેપ્ટને પોતાના અંદાજમાં ખુશી મનાવી માત્ર ૧૭ દિવસમાં જ વન-ડે સિરીઝનો બદલો લીધો છે.