Not Set/ ચેન્નઈના કેપ્ટન એમ એસ ધોની અને નંબર 7નું શું છે મેજિક, જુઓ

મુંબઈ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન ૧૧ના ફાઈનલ મુકાબલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે હરાવી ત્રીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. બીજી બાજુ આ જીત સાથે જ ચેન્નઈની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ બાદ IPLના ઈતિહાસમાં ત્રીજી વાર ચેમ્પિયન બની છે. આ પહેલા CSK ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન બની હતી. આ સાથે 36 વર્ષીય એમ […]

Sports
DYGEN2jW4AAKvY ચેન્નઈના કેપ્ટન એમ એસ ધોની અને નંબર 7નું શું છે મેજિક, જુઓ

મુંબઈ,

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન ૧૧ના ફાઈનલ મુકાબલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે હરાવી ત્રીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે.

બીજી બાજુ આ જીત સાથે જ ચેન્નઈની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ બાદ IPLના ઈતિહાસમાં ત્રીજી વાર ચેમ્પિયન બની છે. આ પહેલા CSK ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન બની હતી. આ સાથે 36 વર્ષીય એમ એસ ધોનીએ 2 વર્ષના પ્રતિબંધ બાદ પોતાની ટીમને ચેમ્પિયન બનાવી કમાલ કરી છે. આ જીતને એમ એસ ધોનીની જર્સી નંબર 7ને પણ જોડવામાં આવી રહી છે.

IPL 2018 ચેન્નઈના કેપ્ટન એમ એસ ધોની અને નંબર 7નું શું છે મેજિક, જુઓ

IPLનો ખિતાબ પોતાના નામે કર્યા બાદ ધોનીએ કહ્યું, “આજે 27 તારીખની રાત છે. મારી જર્સીનો નંબર પણ 7 છે અને અમે 7મી વખત IPLની ફાઈનલ મેચ રમવા માટે ઉતર્યા છે.

આ વિજય સાથે જ ધોનીએ 7 નંબર સાથે જોડાયેલુ જ એક કમાલ કરી છે, જે આ પહેલા અન્ય કોઈ કેપ્ટને કર્યું નથી.

બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સે આ પહેલા ૨૦૧૧માં IPLનું ચેમ્પિયન બન્યું હતું, ત્યારે હવે 7 વર્ષ બાદ જ CSK વધુ એકવાર ખિતાબ જીતવામાં સફળ રહ્યું છે.

IPLની ૧૧મી સિઝનમાં ચેમ્પિયન બનવાની સાથે જ કેપ્ટન ધોનીએ 7મી વખત ટી-20 ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.

એમ એસ ધોનીના 7 ટી-20 ખિતાબ

  1. IPL ૩ વાર – (2010, 2011, 2018)
  2. ચેમ્પિયન લીગ ટી-20 – (2010, 2014)
  3. ટી-20 વર્લ્ડકપ – 2007
  4. એશિયા કપ – 2016

ધોનીનો 7 નંબર સાથે સંયોગ

  1. 27 તારીક, જે દિવસના રોજ ચેન્નઈ બન્યું ચેમ્પિયન
  2. ધોનીનો જર્સી નંબર 7
  3. ધોનીએ 7મી વખત જીતી ટી-20 ટુર્નામેન્ટ
  4. ચેન્નઈ 7મી વખત પહોચ્યું IPLની ફાઈનલમાં
  5. ચેન્નઈ 7 વર્ષ બાદ બન્યું IPLનું ચેમ્પિયન
  6. રવિવારે જે દિવસે ફાઈનલ મેચ છે, જે પણ અઠવાડિયાનો અંતિમ દિવસ