Not Set/ ઇન્ડીયા સામેની રાજકોટ ટેસ્ટમાં પ્રવાસી WI ના સ્પિનર દેવેન્દ્ર બિશૂની બેવડી સદી!

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (WI) વચ્ચે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમેચ દરમિયાન વિન્ડીઝના સ્પિનર દેવેન્દ્ર બિશૂએ પોતાના નામે ના ગમે તેવો એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. જો કે, ખુદ બિશૂ પોતાના આ રેકોર્ડને ભવિષ્યમાં ક્યારેય યાદ કરવા નહીં ઇચ્છે. બિશૂએ આ મેચમાં ભલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હોય, પરંતુ આ વિકેટો ઝડપવા માટે […]

Top Stories Rajkot Trending Sports
WI spinner Devendra Bishoo's double century in Rajkot test against India

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (WI) વચ્ચે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમેચ દરમિયાન વિન્ડીઝના સ્પિનર દેવેન્દ્ર બિશૂએ પોતાના નામે ના ગમે તેવો એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. જો કે, ખુદ બિશૂ પોતાના આ રેકોર્ડને ભવિષ્યમાં ક્યારેય યાદ કરવા નહીં ઇચ્છે. બિશૂએ આ મેચમાં ભલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હોય, પરંતુ આ વિકેટો ઝડપવા માટે તેણે ૨૧૭ રન લૂંટાવી દીધા હતા. આમ બિશૂએ બોલિંગમાં રન આપવામાં બેવડી સદી ફટકારી દીધી હતી!

આવું કરનારો તે વેસ્ટ ઇન્ડિઝનો બીજો બોલર બની ગયો છે કે, જેણે એક જ ઇનિંગમાં સૌથી વધુ રન આપી દિધા હોય. દેવેન્દ્ર બિશૂએ ૫૪ ઓવરમાં પાંચ મેઇડન, ૨૧૭ રન આપીને ચાર વિકેટ લેવાનો સ્પેલ કર્યો હતો. બિશૂએ આ સ્પેલ દ્વારા ૧૫ વર્ષ જૂના વેસ્ટ ઇન્ડિઝના જ બોલર ઓમારી બેન્ક્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઓમારી બેન્કસે ઓસ્ટ્રેલિયા સામે બ્રિજટાઉનમાં ૨૦૪ રન આપી દિધા હતાં.

WI spinner Devendra Bishoo's double century in Rajkot test against India
mantavyanews.com

એક ઇનિંગ્સમાં સૌથી ખર્ચાળ બોલરોની યાદીમાં બિશૂ વિશ્વમાં ૧૭માં ક્રમે

દેવેન્દ્ર બિશૂ રાજકોટ ટેસ્ટમાં એક ઈનિંગમાં ૨૧૭ રન આપી વિશ્વમાં સૌથી ખર્ચાળ બોલરની યાદીમાં ૧૭માં નંબર પર આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાનાં ફ્લીટવૂડ સ્મિથના નામે રહેલો છે. સ્મિથે ૧૯3૮માં ધ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમતા ૮૭ ઓવરમાં ફક્ત એક જ વિકેટ ઝડપીને ૨૯૮ રન આપી દિધા હતાં.

ભારત તરફથી સૌથી વધુ ખર્ચાળ બોલર રાજેશ ચૌહાણ

WI spinner Devendra Bishoo's double century in Rajkot test against India
mantavyanews.com

એક ઈનિંગમાં સૌથી વધુ રન આપવાનો ભારતીય રેકોર્ડ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણના નામે છે. ૧૯૯૭માં શ્રીલંકા સામેની મેચ દરમિયાન જ્યારે જયસૂર્યાએ રેકોર્ડ ૩૪૦ રનની ઇનિંગ્સ રમી હતી ત્યારે ભારતીય ટીમના ઓફ સ્પિનર રાજેશ ચૌહાણે એક ઈનિંગમાં ૭૮ ઓવર ફેંકી હતી અને તેમાં એક વિકેટ ઝડપીને ૨૭૬ રન ખર્ચ કરી નાખ્યા હતા. વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ બોલરની યાદીમાં ભારતના પૂર્વ ઓફ સ્પિનર રાજેશ ચૌહાણ બીજા સ્થાન પર છે.

ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે પણ ૨૨૦ રન આપી દિધા હતાં

WI spinner Devendra Bishoo's double century in Rajkot test against India
mantavyanews.com

જો કોઈ બોલર દ્વારા સૌથી ખરાબ ઇકોનોમી રેટથી ટેસ્ટ મેચની એક ઈનિંગમાં ૨૦૦થી વધુ રન આપવાની વાત કરવામાં આવે તો એમાં કપિલદેવનું નામ ટોચના સ્થાને છે. કપિલે ૧૯૮૩માં પાકિસ્તાન સામે ફૈસલાબાદમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સાત વિકેટ જરૂર ઝડપી હતી, પરંતુ તેના માટે કપિલે ૫.૬૮ના ઇકોનોમી રેટથી રન લૂંટાવી દીધાં હતાં. કપિલ દેવનો બોલિંગ સ્પેલ હતો જેમાં ૩૮.૪ ઓવર, ત્રણ મેઇડન, ૨૨૦ રન, સાત વિકેટનો રહ્યો હતો.