Sports News : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે સતત વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ કરવામાં આવ્યો હતો. સવારે હળવા ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજા દિવસે કોઈ રમત રમાઈ શકી ન હતી. પ્રથમ દિવસે પણ વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને 35 ઓવરની રમત બાદ વરસાદના કારણે આગળની રમત રદ કરવી પડી હતી. આ પહેલા 2015માં આવું બન્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં આખો દિવસ રમી શકાયો નહોતો.
2015માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વરસાદના કારણે મેચ ડ્રો રહી હતી. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટને ત્યાં પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આફ્રિકાએ પ્રથમ દાવમાં 59 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. ભારતે 22 ઓવરમાં 80 રન બનાવ્યા હતા પરંતુ તે પછી મેચ ડ્રો જાહેર કરવી પડી હતી.
ભારત વિ બાંગ્લાદેશ મેચ વિશે વાત કરીએ તો, બીજા દિવસે 11:15 આસપાસ વરસાદ બંધ થયો ત્યારે ગ્રાઉન્ડસમેને ત્રણ સુપર સોપર લગાવ્યા. પ્રકાશ પણ સ્પષ્ટ ન હતો તેથી રમત સત્તાવાર રીતે 2:15 વાગ્યે રદ કરવી પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ વરસાદની સંભાવના છે પરંતુ સોમવાર અને મંગળવારે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં મેચ ડ્રો તરફ જતી જોવા મળી રહી છે.પ્રથમ દિવસે બાંગ્લાદેશે ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા જ્યારે વરસાદના કારણે માત્ર 35 ઓવર જ થઈ શકી હતી. ભારતીય ઝડપી બોલર આકાશ દીપે બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામને આઉટ કર્યા હતા જ્યારે રવિચંદ્રન અશ્વિને કેપ્ટન નઝમુલ હુસેન શાંતોની વિકેટ લીધી હતી. ભારત પ્રથમ ટેસ્ટ 280 રને જીતીને બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
આ પણ વાંચો:રોમાંચક સ્થિતિએ પહોંચી બીજી ટેસ્ટ મેચ, ચોથા દિવસે પરિણામની સંભાવનાઓ સૌથી વધુ
આ પણ વાંચો:બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં થયા આ ફેરફાર, આ બે ખેલાડીઓનાં થશે ડેબ્યૂ
આ પણ વાંચો:ભારત-વિન્ડીઝ બીજી ટેસ્ટઃ કોહલી 500મી મેચને યાદગાર બનાવશે