Not Set/ કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે કારણ કે…

કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, આવુ કરવાથી એ કાર્ય સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ગણેશજી વિધ્ન હરતા કહેવાય છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને બુધવારએ ગણેશજીનો દિવસ હોય છે. તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ […]

Uncategorized
ગણેશ કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે કારણ કે...

કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, આવુ કરવાથી એ કાર્ય સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ગણેશજી વિધ્ન હરતા કહેવાય છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને બુધવારએ ગણેશજીનો દિવસ હોય છે. તેથી તેમની પૂજા આ દિવસે વિશેષ ફળ આપનારી હોય છે.

ગણેશ ચતુર્થી અને બુધવારે શુદ્ધ ઘીથી બનેલા 21 લાડુઓથી ગણપતિની પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો તમે શુદ્ધ ઘી થી બનેલ લાડુઓ ચઢાવવાની ક્ષમતા ન ધરાવતા હોય તો તમે કુશ પણ ચઢાવી શકો છો. કારણ કે કહેવાય છે કે ગણપતિ ખૂબ સીધા છે અને તેમને પ્રસન્ન થવામાં વાર નથી લાગતી. કુશ થી જ ભગવાન પ્રસન્ન થઈને તમારી ઈચ્છા પુર્ણ કરે છે.

શ્રી ગણેશની વિશેષ મંત્રો દ્વારા પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવી છે. વિઘ્ન અને સંકટોથી બચીને જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓને પુરા કરનારી માનવામાં આવી છે. ૐ ગણેશાય નમ: અને શ્રી ગણેશાય નમ: આ બે મંત્ર એવા છે જેમનો ઉપયોગ હિન્દુ ધર્મમાં સદીયોથી થતો આવ્યો છે.

તણાવ અને જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ચતુર્થી અને બુધવારના દિવસે હાથીને ચારો ખવડાવો.