Rajkot Gamezone Tragedy/ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાઃ દર મહિને ગેમિંગ ઝોનની ચકાસણી થશે

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 32ના ભોગ પછી રાજકોટ મનપા ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારતા હોય તે રીતે જાગી છે. હવે તે દર મહિને ગેમિંગ ઝોનની ચકાસણી કરશે. રાજકોટ કમિશ્નરે આ માટે પરિપત્ર જારી કર્યો છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 28T161627.073 રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાઃ દર મહિને ગેમિંગ ઝોનની ચકાસણી થશે

Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Tragedy) માં 32ના ભોગ પછી રાજકોટ મનપા ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારતા હોય તે રીતે જાગી છે. હવે તે દર મહિને ગેમિંગ ઝોનની ચકાસણી કરશે. રાજકોટ કમિશ્નરે આ માટે પરિપત્ર જારી કર્યો છે. તેના લીધે દર ત્રણ મહિને મોકડ્રિલ પણ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવશે.

તણખાથી શરૂ થયેલી આગની જ્વાળા પેટ્રોલ-ડીઝલના કેરબાઓ સુધી પહોંચી પછી તો તણખાથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. કેટલાય લોકો તો શું સમજે તે પહેલા અગ્નિમાં રીતસરના હોમાઈ ગયા હતા. તેઓને બચવાનો વિચાર પણ આવે તે પહેલાં આગનો ભોગ બની ગયા હતા. 28 મૃતદેહમાંથી સેમ્પલ માટે એક ટીપું પણ લોહીનું ન મળ્યું તે બતાવે છે કે આગ કેવી વિકરાળ હતી.  લોકોને વિચારવાની પણ તક મળી ન હતી.

રાજકોટ મ્યુનિસિપાલિટીના તંત્રએ અગ્નિશામનની તાલીમને લઈને ગંભીર અભિગમ અપનાવ્યો હોત તો આજે આ 32 વ્યક્તિઓ લાશો થઈ ન હોત. આજે લોકોને ખબર જ નથી કે ફાયર સેફ્ટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો. રહેણાકના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા લોકો માટે તાલીમની કોઈ જોગવાઈ નથી. ફાયર સેફ્ટી સાધનોને લઈને કોઈ તાલીમ નથી. લોકોને ફાયર સેફ્ટી સાધનોના ઉપયોગની ખબર જ નથી.

રાજકોટની ઘટનાના પગલે સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપાલિટીઓ ફાયર ટ્રેનિંગનું મોટાપાયા પર આયોજન કરે તેવી માંગ વેગ પકડી રહી છે. આ તાલીમ પાછી ખરેખર અપાવવી જોઈએ, ફક્ત કાગળ પર આપી ન જોઈએ. આ પ્રકારની દુર્ઘટનાનો ભોગ બનતા રોકવા માટે લોકોને તાલીમ આપવાનો સમય આવી ગયો છે. તાલીમ હવે નહીં તો પછી ક્યારે અપાશે. આ તાલીમ માટે આપણે રાજકોટ કરતાં પણ મોટી દુર્ઘટના થાય ત્યાં સુધી રાહ જોઈશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

આ પણ વાંચો:  ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ