હવામાન/ રાજ્યમાં 24 કલાક રહેશે બેવડી ઋતુ, હીટવેવની સાથે વરસાદની પણ આગાહી

સૌરાષ્ટ્ર,કચ્છ, ઉ.ગુ.માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ ગુજરાત પરથી પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Others Trending
lalit vasoya 3 રાજ્યમાં 24 કલાક રહેશે બેવડી ઋતુ, હીટવેવની સાથે વરસાદની પણ આગાહી

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હીટવેવની સાથે વરસાદ પણ પડી શકે છે. આગામી 24 કલાક દરમિયાન બેવડી ઋતુ રહેશે. સૌરાષ્ટ્ર,કચ્છ, ઉ.ગુ.માં હિટવેવની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ ગરમી યથાવત રહેશે. વરસાદી ટ્રફ ગુજરાત પરથી પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલમાં વરસાદ પડી શકે છે.

તારીખ 20-21 માર્ચના વિશેષ કરીને દાહોદ-છોટા ઉદેપુર-નર્મદા-તાપી-મહીસાગરમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ‘આમ, રાજ્યના અનેક હિસ્સામાં આગામી દિવસોમાં બેવડી સિઝન અનુભવાઇ શકે છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

કમૌસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ઘઉં અને મસાલા અને પાકોનું વાવેતર કરતા ખેડૂતની ચિંતા વરસાદે વધારી મૂકી છે.