Chief Minister Bhupendra Patel tweeted/ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ તબક્કાના મતદાન માટે કર્યું ટ્વિટ,મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવો

આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ તબક્કાના મતદાન અંગે ટ્વિટ કર્યું છે

Gujarat Gujarat Assembly Election 2022
Chief Minister Bhupendra Patel tweeted

Chief Minister Bhupendra Patel tweeted     આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ તબક્કાના મતદાન અંગે ટ્વિટ કર્યું છે.ટ્વિટ કરીને કહ્યું કે  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે.પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે, ભાજપ આ  ચૂંટણી જીતવા માટે પ્રચારની મેગા રણનીતિ અપનાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 1, 2022

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત,કચ્છ અને સૈારાષ્ઠમાં મતદાન યોજાવવાનો છે આ બેઠકોની વાત કરીએ તો કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રાજકીય પક્ષો માટે ભલે નિરસ રહી હોય પરંતુ જનતાએ તો મન બનાવી જ લીધું છે. પ્રજાનું અકળ મૌન ભાજપ, કોંગ્રેસ અને આપને બરાબરનું અકળાવી રહ્યું છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે