Corona Update/ દેશનું આ રાજ્ય કોરોના મુક્ત થવા તરફ, નવા કેસ 73 જ્યારે એક પણ મોત નહીં

દેશભરના વિવિધ રાજ્યોમાં હવે ધીમે ધીમે કોરોનાની અસર ઘટી રહી છે ત્યારે જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસના રોજના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં 73 નવા કેસ આવ્યા છે

Top Stories India
1

દેશભરના વિવિધ રાજ્યોમાં હવે ધીમે ધીમે કોરોનાની અસર ઘટી રહી છે ત્યારે જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસના રોજના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં 73 નવા કેસ આવ્યા છે અને એક પણ દર્દીનું મોત થયુ નથી. આ મહામારીથી બહાર આવેલા 73 લોકોનો હોસ્પિટલથી રજા પણ આપી દેવામાં આવી છે. લાંબા સમય બાદ આ એક રાહતના સમાચાર છે.નવા કેસમાં 31 ખંડ અને 42 કેસ કાશ્મીરના છે. અહીં જમ્મૂના 5 જિલ્લાઓ કોરોના મુક્ત થવાના આરે છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. ડોડા, રાજોરી, કઠુઆ, કિશ્તવાડ અને રિયાસીમાં પણ કોરોનાના રોજના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ હેલ્થ મિશનના આંકડા અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર રાજ્યના અન્ય 15 જિલ્લાની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

કૃષિ આંદોલન / ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ખલેલ પહોંચાડવા પાકિસ્તાને બનાવ્યા 308 ટ્વિટર હેન્ડલ, દિલ્હી પોલીસનો દાવો

દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સીનેશનના પહેલા ચરણમાં જમ્મૂ કાશ્મીરના 1,07,821 હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સિન લગાવવાની છે. 6 દિવસ થયા બાદ પણ ફક્ત 11,647 ને જ વેક્સિન મળી શકી છે. તેમાં જમ્મૂ ડિવિઝનના 5781 અને કાશ્મીર ડિવિઝનના 479 હેલ્થવર્કર્સ સામેલ છે. જમ્મૂમાં પાંચ જિલ્લા ડોડા, રામબન, રિયાસી, સાંબા અને ઉધમપુરમાં વેક્સિન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જ્યારે જમ્મૂ, કઠુઆ, કિષ્તવાડ, રાજૌરીમાં ઓછા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન મળી છે.

ProudMoment / જનરલ સ્ટોર ચલાવનારની દીકરી બની ઉત્તરાખંડની એક દિવસની CM, કૃષિક્ષેત્ર માટે આપ્યા સૂચનો

અત્યાર સુધીનાઆંકડા પર નજર કરીએ તો એક લાખથી વધારે લોકો એટલે કે કુલ 1,24,019 અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાંથી 1,20,987 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા છે. તેમાંથી 1929 લોકોના મોત થયા છે. તેમાં કાશ્મીર ડિવિઝનથી 1209 લોકોના મોત થયા છે. તો હવે દેશમાં 1098 સક્રિય કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. તેમાં પણ હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…