Gandhinagar News/ રાજ્ય સરકારના યુસીસી બનાવવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ કરવા માટે સરકાર સક્રિય બની છે અને તેના માટે સરકારે યુસીસી કમિટીની રચના કરી છે. આ કમિટીને અરજદાર વકીલ વહાબ સોપારીવાલાએ પડકારી છે. 

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અમલ કરવા માટે સરકાર સક્રિય બની છે અને તેના માટે સરકારે યુસીસી કમિટીની રચના કરી છે. આ કમિટીને સુરતના વેપારી વહાબ સોપારીવાલાએ પડકારી છે.  વહાબ સોપારીવાલાએ અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટમાં આ સામે અરજી કરી હતી કે પણ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે યુસીસી કમિટી તેની સત્તાની રૂએ બંધારણના આર્ટિકલ 162 હેઠળ બનાવેલી હોવાથી કોર્ટ તેમાં કશું કરી શકે નહીં.

હાઇકોર્ટના સિંગલ જજના આદેશને વહાબ સોપારીવાલાએ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો. તેમણે આ અંગે કરેલી અપીલમાં દલીલ કરી હતી કે કાયદાનો કોઈપણ ભાગ ખાલી હોય તો રાજ્ય સરકાર એક્ઝિક્યુટિવ પાવર યુઝ કરી શકે, પરંતુ કોઈપણ વિષય પર કાયદો હોય તો સરકારે તેનું પાલન કરવું પડે. આ વિષય પર કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ 1952 અમલમાં હોવાથી સરકાર કમિટી બનાવી શકે નહીં.

આ ઉપરાંત વકીલ ઝમીર શેખની દલીલ છે કે કમિટીમાં સરકારે મૂકેલા સભ્યો પણ સરકારના જ માણસો છે. તેમા કોઈપણ સભ્ય ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ કે મુસ્લિમ નથી જે પર્સનલ કાયદાનો જાણકાર હોય. વધુમાં કમિટી બનાવવા માટે સરકારે કોઈ લેખિત આદેશ પણ પસાર કર્યો નથી. સરકારનો સામાન્ય નિર્ણય પણ લેખિતમાં હોય છે, પરંતુ યુસીસી બનાવવાનો સરકારનો જે નિર્ણય છે તે લેખિતમાં નથી. તેથી આ બાબત પણ શંકા પેદા કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે