ગુજરાત/ સુરતમાં સ્ટેટ જીએસટીની કાર્યવાહી, ત્રણ આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર દરોડા

સુરતમાં અત્યારે પ્રશાસનના કર્મચારીઓ ખડેપગે કામ કરી રહ્યા છે. સ્ટેટ જીએસટીએ કાર્યવાહી કરતા આઈસક્રીમ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 01T145357.097 સુરતમાં સ્ટેટ જીએસટીની કાર્યવાહી, ત્રણ આઈસ્ક્રીમ વિક્રેતાઓ પર દરોડા

સુરતમાં અત્યારે પ્રશાસનના કર્મચારીઓ ખડેપગે કામ કરી રહ્યા છે. સ્ટેટ જીએસટીએ કાર્યવાહી કરતા આઈસક્રીમ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. આઈસક્રિમ વિક્રેતાઓને ત્યાં થતા વેચાણ અને ક્વોલિટીને લઈને તપાસ હાથ ધરાઈ છે. ઉનાળાની સિઝનમાં અત્યારે લોકો ઠંડક મેળવવા આઈસક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. સુરત શહેરમાં લોકપ્રિય આઈસક્રીમ પાર્લરો પર આઈસક્રીમનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. છતાં વેચાણને લઈને વિક્રેતાઓ દ્વારા રિટર્નમાં સાચી હકીકત ના આપતા દરોડા પાડવામાં આવ્યા.

જ્યાં POS Machine અથવા ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી અથવા સોફ્ટવેર સેવા પુરી પાડનાર કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે. આમ કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી.

આઈસ્ક્રીમના વેચાણમાં વધારાને લઇ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીસેટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આઈસક્રીમના વિક્રેતાઓએ રિટર્નમાં વધારો ન દર્શાવાત તપાસ હાથ ધરવામાં આવી. ગરમીની સિઝનમાં આઈસક્રીમ પાર્લરોમાં 20%થી વધુ વેચાણ વધ્યું હોવાની વિભાગને માહિતી મળી હતી. વેચાણ વધવા છતાં માહિતી ના દર્શાવાતા વિભાગે આશંકાના આધારે વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. આ સિવાય પ્લાયવુડ વિક્રેતાને ત્યાં પણ જીએસટીની તપાસ થશે.

વિભાગને માહિતી મળી છે કે શહેરમાં અંદાજે 700થી વધુ પાર્લરો છે. અને આ પાર્લરો ટેક્સના દાયરામાં આવતા હોવા છતાં વાસ્તવિક કરતાં ઓછું ટર્ન ઓવર બતાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં કેટલાક આઇસક્રીમ પાર્લરો ટેક્સ ચોરી કરતા હોવાની માહિતી મળતા દરોડાની કામગીરી હાથ ધરાઈ. આઈસક્રીમ પાર્લરો ઉપરાંત પ્લાયવુડના વેપારીઓ અને ઠંડાપીણાંના વેપારીઓ નિશાના પર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના