Not Set/ હાર્દિક પટેલ પહોંચ્યો બેંગ્લોર : પાછો આવીને ઉતરશે રસ્તા પર

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વિવિધ માંગણીઓને લઈને 19 દિવસ ઉપવાસ કર્યા બાદ સમાજના અગ્રણીઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકની તબિયત ઘણી ખરાબ થઇ ગઈ હતી. હાર્દિક બેંગ્લોરમાં આવેલા જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ માં સારવાર લેવા જઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની દવાઓ કે ડ્રગ્સનો […]

Top Stories Gujarat
657411 619887 hardik patel new હાર્દિક પટેલ પહોંચ્યો બેંગ્લોર : પાછો આવીને ઉતરશે રસ્તા પર

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વિવિધ માંગણીઓને લઈને 19 દિવસ ઉપવાસ કર્યા બાદ સમાજના અગ્રણીઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકની તબિયત ઘણી ખરાબ થઇ ગઈ હતી.

હાર્દિક બેંગ્લોરમાં આવેલા જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ માં સારવાર લેવા જઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની દવાઓ કે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અહીં હાર્દિક 10 દિવસ સારવાર લેશે. સારવાર લીધા બાદ હાર્દિક પટેલ ફરી એકવાર આંદોલન શરુ કરશે. બેંગ્લોરથી સ્વસ્થ થઈને આવ્યા બાદ હાર્દિક પાટીદાર અનામત, રોજગારી અને ખેડૂતોની દેવામાફી મુદ્દે ફરી રસ્તા પર ઉતરશે.

જણાવી  દઈએ કે, સતત 19 દિવસ ઉપવાસ આંદોલન કર્યા બાદ હાર્દિક પટેલની કિડનીને અસર થઇ હતી. ઉપરાંત શરીરના કેટલાક અંગો પર પણ અસર પહોંચી હતી.