દુર્ઘટના/ રાજયના ગૃહમંત્રી મોરબી પહોચ્યા, થોડીવારમાં મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોચશે, એરપોર્ટથી રવાના

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે

Top Stories Gujarat
3 47 રાજયના ગૃહમંત્રી મોરબી પહોચ્યા, થોડીવારમાં મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોચશે, એરપોર્ટથી રવાના

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મોરબી જવા રવાના થઈ ગયા છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કરી જાહેરાત કરી છે કે આગામી તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, ‘સાંજે 6.30 કલાકે પુલ તૂટ્યો હતો અને સાંજે 6.45 વાગ્યાથી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6.50 વાગ્યે પહેલો દર્દી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે.’ આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 42 લોકોના મોત નીપજ્યા છે. પરંતુ હજુ આંકડો વધે તેવી શક્યતા છે.

આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને નદીમાંથી કાઢીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટી સંખ્યામાં લોકો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે.