Not Set/ ધારાસભ્યોના પગાર વધારા મુદ્દે જીગ્નેશ મેવાણીએ આપી આવી પ્રતિક્રિયા

ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્રના બીજા દિવસે સર્વ સંમતિથી ધારાસભ્યોના પગારમાં 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પ્રતિક્રિયા આપી છે. મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, બધાની સાથે મારો પગાર પણ વધ્યો છે. પગારમાં વધારો થવાથી હું ખુશ છું. ધારાસભ્યોનો […]

Top Stories Gujarat
mevani kX8H ધારાસભ્યોના પગાર વધારા મુદ્દે જીગ્નેશ મેવાણીએ આપી આવી પ્રતિક્રિયા

ગુજરાત વિધાનસભા ના ચોમાસુ સત્રના બીજા દિવસે સર્વ સંમતિથી ધારાસભ્યોના પગારમાં 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પ્રતિક્રિયા આપી છે. મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

JIGNESHMEVANIPC e1537367921212 ધારાસભ્યોના પગાર વધારા મુદ્દે જીગ્નેશ મેવાણીએ આપી આવી પ્રતિક્રિયા

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, બધાની સાથે મારો પગાર પણ વધ્યો છે. પગારમાં વધારો થવાથી હું ખુશ છું. ધારાસભ્યોનો પગાર વધારો થવો સારી બાબત છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ફિક્સ પગાર મામલે લડત ચલાવી રહેલા જીગ્નેશ મેવાણીએ ધારાસભ્યોના પગાર વધારાનો વિરોધ કરવાને બદલે સ્વીકાર્યો છે. આથી જીગ્નેશ મેવાણીનો બેવડો ચહેરો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય બન્યા પહેલા મેવાણીએ ધારાસભ્યોના પગાર વધારનો વિરોધ કર્યો હતો. અને હવે પોતે ધારાસભ્ય છે ત્યારે પગાર વધતા તેઓ ખુશ જોવા મળે છે.