Not Set/ પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવવા મુદ્દે પરેશ ધાનાણીએ આપી આવી પ્રતિક્રિયા ….

હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના નિવાસસ્થાનમાં જઈ રહેલા પત્રકારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમને ધક્કે ચડાવ્યા હતા. જેના કારણે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને પોલીસે ધક્કે ચડાવતા તેને ઈજાઓ પહોંચી હતી. પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવાયા બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા […]

Top Stories Gujarat
656575 dhananiparesh 022218 1 પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવવા મુદ્દે પરેશ ધાનાણીએ આપી આવી પ્રતિક્રિયા ....

હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના નિવાસસ્થાનમાં જઈ રહેલા પત્રકારોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમને ધક્કે ચડાવ્યા હતા. જેના કારણે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મંતવ્ય ન્યૂઝના કેમેરામેનને પોલીસે ધક્કે ચડાવતા તેને ઈજાઓ પહોંચી હતી.

Police Japajapi 1 e1536566107881 પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવવા મુદ્દે પરેશ ધાનાણીએ આપી આવી પ્રતિક્રિયા ....

પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવાયા બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અશાંતિ ફેલાવવાના બદ ઇરાદે મોટામાથાઓના આદેશથી પત્રકારોને દંડે પીટાવવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

ધાનાણીએ આગળ જણાવ્યું કે આ વલણને તેઓ સખત શબ્દોમાં વખોડે છે. તેમણે મીડિયા કર્મીઓને ધક્કે ચડાવવાની ઘટનાને એક કલંકિત ઘટના હોવાનો કહ્યું હતું. એમણે સવાલ કરતા કહ્યું કે ભાજપ ગૃહ કંકાસને ઢાંકવા, ગૃહમંત્રીશ્રીએ પત્રકારોને પિટાવીને આંદોલનકારીઓ ને મૃત્યુ તરફ તો નથી ધકેલી રહ્યાને ?

Police Japajapi1 1 e1536566129950 પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવવા મુદ્દે પરેશ ધાનાણીએ આપી આવી પ્રતિક્રિયા ....

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે તેઓ ગૃહમંત્રીને વિનંતી કરે છે કે આંદોલનકારીઓ સાથે સંવાદ સ્થાપવામાં આવે. વાતચીત કરવામાં આવે.

જણાવી દઈએ કે હાર્દિકને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ, તેના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હાર્દિકના નિવાસસ્થાન ગ્રીનવુડ રિસોર્ટની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Police Japajapi6 1 e1536566147879 પોલીસ દ્વારા પત્રકારોને ધક્કે ચડાવવા મુદ્દે પરેશ ધાનાણીએ આપી આવી પ્રતિક્રિયા ....

પોલીસ દ્વારા હાર્દિકના નિવાસસ્થાનમાં મીડિયા કર્મીઓને જતાં અટકાવવામાં આવ્યા હતા. તેમજ કેટલાક કેમેરામેનના કેમેરા ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પત્રકારો સાથે પોલીસ દ્વારા દાદાગીરી કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.