Not Set/ ધર્મગુરુઓ પણ મારી પાસે સેક્સની માંગણી કરે છે : ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ્ન MSW વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધર્મગુરુઓ એ સેક્સની માંગણી કરી છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક […]

Top Stories Gujarat
o PRINCE MANVENDRA facebook ધર્મગુરુઓ પણ મારી પાસે સેક્સની માંગણી કરે છે : ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ્ન MSW વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધર્મગુરુઓ એ સેક્સની માંગણી કરી છે.

princestory 647 031416051838 e1537516634405 ધર્મગુરુઓ પણ મારી પાસે સેક્સની માંગણી કરે છે : ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે.

આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે,  આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.

1515409476 manvendra singh gohil e1537516703333 ધર્મગુરુઓ પણ મારી પાસે સેક્સની માંગણી કરે છે : ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે,  ઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્ઝ મેડલ જરૂર જીતી લીધો છે.