Rajkot/ GSTના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી 20,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, ACBના તેના ઘરે દરોડા

સમગ્ર રાજ્યભરમાં ACB દ્વારા વિવિધ ખાતાના અધિકારીઓને લાંચ લેતાં રંગે હાથ ઝડપવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આજે GST વિભાગમાં રાજકોટ ACBએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં

Top Stories
1

સમગ્ર રાજ્યભરમાં ACB દ્વારા વિવિધ ખાતાના અધિકારીઓને લાંચ લેતાં રંગે હાથ ઝડપવામાં આવી રહ્યા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આજે GST વિભાગમાં રાજકોટ ACBએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં બહુમાળી ભવન વાણિજ્ય વેરા કચેરીમાં GST વિભાગના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનસુખ મદાણીને 20,000ની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓ ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ફરજ દરમિયાન લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે. ત્યારબાદ એસીબી દ્વારા મનોજ મદાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, અને તેઓની પાસેથી અપ્રમાણસર મિલકત શોધવા માટે તેમના ઘરે ACBએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

World / કંગાળ પાકિસ્તાન, ઇમરાન ખાન જિન્નાહની ઓળખ ગીરવે મૂકી લેશે  500 અબજની લોન લેશે

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ACBને એક ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. જે ફરિયાદના આધારે રાજકોટમાં આવેલી બહુમાળી ભવનના ચોથા માળે વાણિજ્ય વેરા કચેરીમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. દરમિયાનમાં ફરિયાદી પાસેથી મનોજ મદાણી  20 હજારની લાંચની માગણી કરી હતી. અને આ લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયા હતા.એસીબીએ મનોજ મારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Arvalli / અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

આ કેસમાં ફરિયાદી ના જણાવ્યા પ્રમાણે ખાનગી પેઢીને વાણિજ્ય વિભાગ કચેરી તરફથી વેલ્યુએડેડ ટેકસની આકારણી વર્ષ 2016-17 ના વર્ષમાં ભરેલા ટેક્સના રિફંડ રૂપિયા 9,70,000 વ્યાજ સહિત મળવા પાત્ર હતા. પરંતુ આ નાણાં ચૂકવવા માટે કચેરીમાંથી કોલેજ હુકમ બદલ મનોજ મીરાણી ફરિયાદી પાસે 20,000 રૂપિયાની માગણી કરી હતી. આ ઘટનાની જાણ ફરિયાદીએ ACBને કરી હતી, અને અધિકારી લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

Political / BJP – RSS ના લોકો દેશમાં નફરત ફેલાવવાનું કરી રહ્યા છે કામ : રાહુલ ગાંધી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…