Gujarat/ રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે કે નહીં ? CM વિજય રુપાણીએ કરી આ સ્પષ્ટતા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજીમાં માતા અંબેના દર્શન કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં,

Top Stories Gujarat Others
a 195 રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે કે નહીં ? CM વિજય રુપાણીએ કરી આ સ્પષ્ટતા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજીમાં માતા અંબેના દર્શન કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં, સાવચેતીના રૂપમાં અમદાવાદમાં માત્ર એક સપ્તાહ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં તહેવારો બાદ કોરોનાની હાલત કથળી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે અંબાજી ખાતે માતાજીના દર્શને આવ્યા છે. ત્યારે તેમણે અમદાવાદમાં કર્ફ્યૂ અને શાળાઓ શરૂ કરવા મુદ્દે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરવા અંગે આગામી બેઠકમાં નિર્ણય કરીશું. કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા સરકાર સજ્જ છે.

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન, જીવન જરૂરિયાત અને દૂધ અને દવાઓ જેવી ફક્ત આવશ્યક વસ્તુઓ જ ઉપલબ્ધ રહેશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા આની ઘોષણા કરવામાં આવી છે.

ડો.રાજીવ ગુપ્તાએ આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ પગલું કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત કેન્સર અને કિડની હોસ્પિટલમાં કુલ 400 બર્થ આરક્ષિત કરવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં 400 થી વધુ બર્થ પ્રદાન કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગાંધીનગર પાસે આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100 થી વધુ બર્થની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ સમયે, અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલોમાં 900 થી વધુ પલંગ ઉપલબ્ધ કરાયા છે.

તેમણે કહ્યું કે હાલમાં સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 સહિત 2637 બર્થ ખાલી છે. આ રીતે શહેરમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ સેવાઓ પ્રદાન કરવામાં આવી છે.

તે જ સમયે, કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સની વધારાની સુવિધા બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકડાઉન સમયે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ આજે અમદાવાદની સ્થિતિ જેવી જ હતી.