જામનગર/ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે સ્થાપિત કરાઈ મૂર્તિ, કોંગ્રેસે આ રીતે દર્શાવ્યો વિરોધ

ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધનને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસીનાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

Gujarat Others
નથુરામ

આજે ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેની મૂર્તિ સ્થાપિત કરવાને લઈ અનેકવાર વિવાદો સામે આવી ચુક્યા છે, ત્યારે આ વચ્ચે જામનગરમાં નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે એક નવો વિરોધ સામે આવ્યો છે. જામનગરમાં નથુરામ ગોડસેના પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ સેના દ્વારા ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચ્ચાર કરાયા હતા અને આ ઉપરાંત ગોડસેનાં મૃત્યુ બાદ પણ ન મારા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા નાં સૂત્રને સાર્થક કરવા હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થઈને નારાઓ લગાવ્યા હતા.

આ પણ વાંચો :વડોદરામાંથી ઝડપાયો કેમિકલનો જથ્થો, પોલીસે કરી ત્રણ લોકોની ધરપકડ

આ સાથે સાથે ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધનને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસીનાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

બીજી સેનાના આ વલણને જોઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોડસેની પ્રતિમા મુકાયાના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ દિગુભા અને કોંગી કાર્યકરોએ જઈ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરી રોષ ઠાલવ્યો હતો, જેને લઇને હવે વાતાવરણ પણ ગરમાયું છે.

આ પણ વાંચો :અમેરિકામાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, આ સોંગ પર લોકો મન મુકીને વરસ્યા

આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરે નહીંતર કોંગ્રેસ આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારે પણ સાંખી નહીં લે. આજે ગોડસેની પ્રતિમા ખંડિત કરી છે અને આવનારા સમયમાં આવા સંગઠનો સામે દેશદ્રોહ જેવા ગુના લગાડી તેમજ આવા સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી અને રાષ્ટ્રપિતાના અપમાન કરવા અંગે કાર્યવાહી કરવા માગણી કરી છે.

આ પ્રતિમા મુકાયા બાદ આજે બીજા દિવસે કોંગ્રેસ આગેવન નથુભા જાડેજા સહિતના કોંગી આગેવાનો દ્વારા સ્થળ પર જઈને નથુરામ ગોડસેની પ્રતિમાને તોડી પડાઈ હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં તેમની હત્યા કરનારની પ્રતિમાને ક્યારેય મૂકવા દેવામાં આવશે નહીં. જોકે આ ઘટના બાદ આગામી દિવસોમાં આ મુદ્દે નવાજૂની થવાના એંધાણ છે. જ્યારે બીજી તરફ હિંદુ સેનાનું કહેવું છે કે તેમને સાર્વજનીક જગ્યા ન મળતાં પ્રાઈવેટ સંપત્તિમાં આ પ્રતિમા મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો :રાજ્યમાં જુદી-જુદી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત, પાંચથી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો :  જો AMCના કર્મચારીઓ દ્વારા પ્રમાણપત્ર રજૂ કરાશે તો જ પગાર મળશે

આ પણ વાંચો :પોલીસ ઊંઘતી રહી અને તસ્કરો રોકડ રકમ અને એ.ટી.એમ. લઈ રફુચક્કર થઇ ગયા