Not Set/ Video:સ્ટેસ્યુ ઓફ યુનિટીની અધૂરી કહાની, ઓપનિંગ કરી દેવાની લ્હાયમાં ઘણી ખામીઓ

અમદાવાદ, સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણના સમાચારની સાથે જ કેવડિયા પણ વિશ્વ ફલક પર ચમકી ગયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ જગ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ, કચ્છના […]

Top Stories Gujarat Others Videos
mantavya 153 Video:સ્ટેસ્યુ ઓફ યુનિટીની અધૂરી કહાની, ઓપનિંગ કરી દેવાની લ્હાયમાં ઘણી ખામીઓ

અમદાવાદ,

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણના સમાચારની સાથે જ કેવડિયા પણ વિશ્વ ફલક પર ચમકી ગયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સરકાર દ્વારા અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમજ કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ જગ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ, કચ્છના ધોરડો રણની જેમ બનેલા ટેન્ટ સીટી તેમજ છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે.

ઓપનિંગ કરી દેવાની લ્હાયમાં અહી ઘણી ખામીઓ

પરંતુ કેટલીક જગ્યાએ ટાઈલ્સ ઉખડી ગઈ છે. પીઓપીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જ્યારે રોડ, પાર્કિગ સાહિતનુ કામ પણ અધુરુ છોડી દેવામાં આવ્યું છે. જોવામાં આવે તો, આ હજારો કરોડના માતબર ખર્ચ સાથે ડેવલપ કરાયેલુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ગોબાચારી થઈ હોવાનું ૧ મહીનાની અંદર જ પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે ઉતાવળે અને વિના કોઈ સગવડે વડાપ્રધાન મોદીના હસ્તે ઓપનિંગ કરી દેવાની લ્હાયમાં અહી ઘણી ખામીઓ રહી ગઈ છે.

વેલી ઓફ ફ્લાવરની તો ત્યાં વિશ્વની ૧૦૦થી વધુ પ્રજાતિના રંગબેરંગી ફુલોનું નવલું નજરાણું ઉભું કરીને એક સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, અહિ વડાપ્રધાને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. પરંતુ આ વેલી ઓફ ફ્લાવરના ઉદ્ઘાટન બાદ જે સામે આવ્યું છે, એમાં જોઈ શકો છો કે માત્ર સેલ્ફી પોઈન્ટનો નાનકડો ભાગ જ ખુલ્લો રખાયો છે, જ્યા પહેલા ફૂલો જોવા મળતા હતા. હાલ બધા ફૂલો કરમાઈ ગયા છે. ચારે તરફ વિરાન જગ્યા જોવા મળી રહી છે.

 

તો બીજી બાજુ સરદાર સરોવરના વ્યુ પોઈન્ટ પાસે ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. જ્યા ટોઇલેટમાં નળ તો છે પણ તે શોભાના ગાઠિયા સમાન છે કારણ કે એમાં પાણી આવતું નથી. તો વોકિંગ એક્સેલેટરની ગતિ પણ અચાનક મંદ પડી જતી કેમેરામાં કેદ થઇ છે.

લિફ્ટમાં મોટા નેતાઓ ફાસાઈ ગયા

આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી જવા માટેના પાસ પોઈન્ટ સુધી પહોચવાનો માર્ગ પણ હજી ઉબડ ખાબડ છે, સાથે સાથે અહિયાં બનાવવામાં આવેલી લિફ્ટ પણ નામ માત્ર છે, કારણ કે આ લિફ્ટમાં મોટા નેતાઓ ફાસાઈ ગયા છે. હાલમાં જ સૌરભ પટેલ અને બિહારના ઉપ મુખ્યમંત્રી ફસાઈ ગયા હતા. ત્યારે લિફટની કતારમાં સહેલાણીઓને બાલાજી સિક્યુરિટીના સ્ટાફનો અપમાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.

સગવડના નામે જોવા મળતા છીંડાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર દરેક મુલાકાતી પાસે નિયત કરેલી ચોક્કસ રકમની ફી લેવામાં આવી રહી છે. અહિયાં વસુલવામાં આવતી ફીની વાત કરવામાં આવે તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂ. ૫૦૦ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે, જેમાં બસ ફી, પ્રવેશ ફી સહિતની ઘણી ફી શામેલ છે, પરંતુ લોકોને જે પ્રકારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા, સરકારના આ મસમોટા મિસ પ્લાનીંગ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.