Not Set/ વિકાસ કમિશનરે સ્ટે આપતા કોગી સભ્યોમાં રોષ, હાઈકોર્ટમાં જવાની ચીમકી

રાજકોટ કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમા કબ્જો મેળવવા ભાજપ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. ગત સામાન્ય સભામાં  બાગીજુથ અને ભાજપ નો હાથ ઉપર જોવા મળતો હતો. પરંતુ આ વખતેની સામાન્ય સભામાં કોંગ્રેસનો હાથ ઉપર જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ દાવા પ્રમાણે 22 સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે હતા તો નારાજ જૂથ અને ભાજપ […]

Rajkot Trending
06 11 વિકાસ કમિશનરે સ્ટે આપતા કોગી સભ્યોમાં રોષ, હાઈકોર્ટમાં જવાની ચીમકી

રાજકોટ

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમા કબ્જો મેળવવા ભાજપ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. ગત સામાન્ય સભામાં  બાગીજુથ અને ભાજપ નો હાથ ઉપર જોવા મળતો હતો. પરંતુ આ વખતેની સામાન્ય સભામાં કોંગ્રેસનો હાથ ઉપર જોવા મળ્યો હતો.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ દાવા પ્રમાણે 22 સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે હતા તો નારાજ જૂથ અને ભાજપ ના 14 સભ્યો જોવા મળતા હતા. વિકાસ કમિશનરને સ્ટેની રજુઆત કરનાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નીલેશ વિરાણી સભામાં ગેરહાજર રહ્યા હતા.

સમિતિઓની રચનામાં બાગી જૂથે  કબ્જો જમાવ્યો હતો જે પૈકી મુખ્ય બે સમિતી કબ્જે કરવા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.

કોંગ્રેસના 22 સભ્યોએ જુદા જુદા ઠરાવો પર મતદાન કર્યું હતું અને 11 સભ્યોએ તેના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમ છતાં વિકાસ કમિશનર દ્વારા 2 એજન્ડા પર સ્ટે આપી દેવાયો હતો.

કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તાના જોરે ભાજપના સભ્યો જિલ્લા પંચાયતના વિકાસના કામો અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના તમામ સભ્યોએ હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે અને પક્ષના વ્હીપનો અનાદર કરનાર બાગી સભ્યો સામે પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.