આજે સ્થાનિક શેરબજારની શરૂઆત જબરદસ્ત રહી. ગઈકાલે બજાર બંધ રહ્યા બાદ આજે મંગળવારનો દિવસ બજાર માટે મંગળ રહ્યો. બજાર ખુલતાની સાથે સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. BSE નો સેન્સેક્સ 444.55 પોઈન્ટ્સ અથવા 0.62 ટકાના વધારા સાથે 71868 ના સ્તર પર અને NSE નો નિફ્ટી 144.80 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના વધારા સાથે 21716 ના સ્તર પર ખુલ્યો છે.
સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને માત્ર 4 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં, ICICI બેન્કમાં 3.21 ટકાનો મજબૂત વધારો છે અને તે મોખરે જોવા મળી રહી છે. સેન્સેક્સ 3.02 ટકાના સારા ઉછાળા સાથે અને ભારતી એરટેલ 2.44 ટકાના સારા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. પાવરગ્રીડ 2.32 ટકા અને બજાજ ફિનસર્વ 1.80 ટકા ઉપર છે.
આજે ઘટી રહેલા સેન્સેક્સ શેરોમાં એશિયન પેઇન્ટ્સ 1.79 ટકા અને HDFC બેન્ક 0.96 ટકા નીચે છે. HUL 0.67 ટકાની નબળાઈ સાથે અને મારુતિ 0.32 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38માં ઉછાળા સાથે અને 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટીનો ટોપ ગેનર સિપ્લા છે જે 6.48 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ICICI બેન્ક 3.70 ટકા અને પાવર ગ્રીડ 2.57 ટકા ઉપર છે. ભારતી એરટેલ 1.98 ટકાના ઘટાડા સાથે અને હીરો મોટોકોર્પ 1.84 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
બેન્ક નિફ્ટી આજે 367 અંક એટલે કે 0.80 ટકાના મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને 46425 ના સ્તર પર પહોંચી ગયો છે. તેણે 46580 સુધીની ઊંચી સપાટી દર્શાવી હતી અને બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેર મજબૂત ઉછાળા પર છે અને 3 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જો આપણે અન્ય ક્ષેત્રો પર નજર કરીએ તો, વધતા શેરોમાં, હેલ્થકેર ઇન્ડેક્સ લગભગ 2.5 ટકા અને ફાર્મા શેર 2.16 ટકા ઉપર છે. આજે ઘટી રહેલા મીડિયા શેરો 4.15 ટકા અને રિયલ્ટી સેક્ટર 1.16 ટકા નીચે છે.
આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર
આ પણ વાંચો:રામ મંદિર/રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર! જાણો વિગત
