Business News : અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price)માં આવેલા ભારે ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ (Sensex Today)અને નિફ્ટી (Nifty)માં જબરદસ્ત ઉછાળો(Stock Market Rally) નોંધાયો હતો. રોકાણકારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળતાં બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ નવી ઊંચાઈ તરફ આગળ વધ્યા હતા.
સેન્સેક્સમાં 1600થી વધુ પોઈન્ટનો ઉછાળો
ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેર ધરાવતો સેન્સેક્સ અગાઉના કારોબારી દિવસે 77,301ના સ્તરે બંધ થયો હતો. જોકે, ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તેમાં જોરદાર તેજી જોવા મળી હતી. ગણતરીની સેકન્ડોમાં સેન્સેક્સ 1,621 પોઈન્ટના ઉછાળા સાથે 78,922ના સ્તરે પહોંચી ગયો હતો.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી ઇન્ડેક્સમાં પણ જોરદાર તેજી (Stock Market Rally)જોવા મળી હતી. અગાઉના દિવસે 23,960ના સ્તરે બંધ થયેલો નિફ્ટી 432 પોઈન્ટના ઉછાળા સાથે 24,392ના સ્તરે પહોંચી ગયો હતો. બંને ઇન્ડેક્સમાં આવેલી આ તેજીથી શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો.
ટ્રમ્પની પાર્ટીની હારથી ગ્લોબલ માર્કેટમાં તેજી
અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ચૂંટણી (Donald Trump Election)માં મોટો ફટકો પડ્યો છે, જ્યારે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી છે.
ઉપલબ્ધ ચૂંટણીના આંકડા મુજબ ડેમોક્રેટિક પાર્ટીને 228 બેઠકો મળી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 139 બેઠકો મળી છે. આ પરિણામો બાદ અમેરિકાના વાયદા બજાર ડાઉ જોન્સ સહિત એશિયાઈ બજારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી હતી.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો બન્યો તેજીનું કારણ
ભારતીય શેરબજારમાં તેજી પાછળનું બીજું મહત્ત્વનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો છે. ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price)માં 7 ડૉલરથી વધુનો ઘટાડો નોંધાતાં ભારત જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશ માટે રાહતની સ્થિતિ ઊભી થઈ છે.
ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price)ઘટવાથી દેશની આયાત પાછળનો ખર્ચ ઘટવાની શક્યતા રહે છે. તેની અસર મોંઘવારી અને કંપનીઓના ઉત્પાદન ખર્ચ પર પણ પડી શકે છે. અમેરિકાની ચૂંટણીનાં પરિણામો, વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.
