Stock Market/ શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ, સેન્સેક્સમાં 944  પોઈન્ટ અને નિફ્ટીમાં 265 પોઈન્ટના ઉછાળા સાથે થયું બંધ

આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થય. માર્કેટ કેપમાં રૂ. 4 લાખ કરોડનો વધારો થયો.

Top Stories Business
Capture 7 શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ, સેન્સેક્સમાં 944  પોઈન્ટ અને નિફ્ટીમાં 265 પોઈન્ટના ઉછાળા સાથે થયું બંધ

ભારતીય શેરબજારમાં આજે તોફાની વધારો જોવા મળ્યો. યુએસ ફેડરલ રિઝર્વ સેન્ટ્રલે વ્યાજ દરમાં વધારો કર્યો નથી પરંતુ કહ્યું છે કે 2023માં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવી શકે છે. આ સમાચારને કારણે અમેરિકન શેરબજારો રેકોર્ડ હાઈ સાથે બંધ થયા હતા. જેથી તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.

આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા છે. એક સમયે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 944 પોઈન્ટના ઉછાળા સાથે 70,529 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 265 પોઈન્ટના ઉછાળા સાથે 21,190 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 1177 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય નિફ્ટી બેન્કિંગમાં 640 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એફએમસીજી, એનર્જી, કોમોડિટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જ્યારે હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મીડિયા સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 વધ્યા અને 7 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા.