Stock Markets/ શેરબજારમાં આજે ઘટાડાથી શરૂઆત થઈ, સેન્સેક્સ 71,035 અને નિફ્ટી 21,578 ના સ્તર પર ખુલ્યો

શેરબજારમાં વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા અને GIFT નિફ્ટીમાં 200 પોઈન્ટના ઘટાડાને કારણે આજે શેરબજારની ખરાબ શરૂઆતના સંકેતો પહેલેથી જ હતા.

Top Stories Business
262545 552128 sen 1 શેરબજારમાં આજે ઘટાડાથી શરૂઆત થઈ, સેન્સેક્સ 71,035 અને નિફ્ટી 21,578 ના સ્તર પર ખુલ્યો

શેરબજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો. બજાર ખુલતા જ ભારે ઘટાડો સાથે શરૂઆત થઈ. બજારના આરંભે સેન્સેક્સ 71,035 અને નિફ્ટી 21,578 ના સ્તર પર ખુલ્યો. આજે શેરબજાર પર વૈશ્વિક ઘટાડાની  સ્થાનિક બજાર પર અસર જોવા મળતા આજે ઘટાડા સાથે શરૂઆત થઈ.

વૈશ્વિક બજારની સ્થાનિક બજાર પર અસર

ગઈ કાલે અમેરિકન બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સવારે પણ એશિયન બજારો પણ મોટાભાગે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. યુએસ માર્કેટમાં ઘટાડાથી આઈટી શેરો પર અસર થઈ છે અને આ સેક્ટરમાં 2 ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડા અને GIFT નિફ્ટીમાં 200 પોઈન્ટના ઘટાડાને કારણે આજે શેરબજારની ખરાબ શરૂઆતના સંકેતો પહેલેથી જ હતા.

સેન્સ્કેસ અને નિફ્ટી

BSE સેન્સેક્સ 519.94 પોઈન્ટ અથવા 0.73 ટકાના તીવ્ર ઘટાડા સાથે 71,035 ના સ્તર પર ખુલ્યો. NSE નો નિફ્ટી 165.10 પોઈન્ટ અથવા 0.76 ટકાના ઘટાડા સાથે 21,578 ના સ્તર પર ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને સેન્સેક્સે તરત જ 71,000નું સ્તર તોડી નાખ્યું હતું.

ઘટાડાના કારણો

એડવાન્સ-ડિક્લાઈન રેશિયોમાં, NSEના 281 શેર વધી રહ્યા હતા જ્યારે 1372 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘટાડાનું લાલ નિશાન લગભગ તમામ ક્ષેત્રોમાં પ્રબળ છે અને મિડકેપ ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ ઘટ્યો છે. સેન્સેક્સના 30માંથી 30 શેરો ઘટાડાનાં લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજાર ખુલ્યાની 15 મિનિટ બાદ NSE નિફ્ટીમાં 200 પોઈન્ટનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીમાં ભારે ઘટાડાથી બજારનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે

સેન્સેક્સ-નિફ્ટીના વધુ ઘટતા શેર

આજે સેન્સેક્સ-નિફ્ટીનો ટોપ લૂઝર વિપ્રો છે જે 2.50 ટકા ઘટ્યો છે. બંને સૂચકાંકોમાં આઇટી શેર સૌથી વધુ ઘટ્યા છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેર આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી વધુ ઘટતા શેર રહ્યા છે.

બજાર ખૂલ્યાની 15 મિનિટમાં જ બેન્ક નિફ્ટી લગભગ 600 પોઈન્ટ ઘટીને 45,000ના મહત્ત્વના સ્તરને તોડી ગયો છે. બેન્ક નિફ્ટી હાલમાં 592 પોઇન્ટની સ્લિપ એટલે કે 1.30 ટકાના ઘટાડા સાથે 44910ના સ્તરે જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન પ્રબળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાત/ગુજરાત સરકારે બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી

આ પણ વાંચોઃPolitical/કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબેરલી પર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે!