ગુજરાત/ અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

અમદાવાદમાં કોંગ્રેસના ભવન પર પથ્થરમારો થયો છે. ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસ ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે બાખડ્યા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 95 અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Ahmedabad News: અમદાવાદમાં કોંગ્રેસના ભવન પર પથ્થરમારો થયો છે. ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યો છે. કોંગ્રેસ ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે બાખડ્યા છે. પોલીસની હાજરીમાં બંને જૂથ સામસામે બાખડ્યા છે. રાહુલ ગાંધી હિંદુઓ અંગેના નિવેદનને લઈને ઉગ્ર પડઘા પડ્યા છે. તેને લઈને ભાજપના કાર્યકરોએ દિવસના પ્રારંભથી જ આક્રમક વલણ અપનાવ્યું છે. એકબીજા પર છૂટ્ટી લાકડી અને પથ્થરો માર્યા છે.

જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગદીલ બન્યું છે. બન્ને પક્ષે પથ્થર દંડા સામસામે ફેંકવામાં આવ્યા છે. તેમજ કાચની બોટલો પણ ફેંકાઈ છે. પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો છે. ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો વધુ ઉગ્ર બન્યા છે. જાહેર રોડ ઉપર આવીને પથ્થરમારો શરૂ કર્યો છે. પરિસ્થિતિ પોલીસના કંટ્રોલની બહાર થઈ ગઈ છે. એસીપીના પગમાં પથ્થર વાગતા તેમનો પગ લોહીલુહાણ થઈ ગયો હતો. લગભગ 15 મિનિટથી પથ્થરબાજી ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત