મતગણતરી/ વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે મતગણતરીની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકે મતગણતરી

Top Stories Gujarat
shalini agraval વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે મતગણતરીની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3,6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે ગેટ પાસે LED સ્ક્રીન લગાવવામાં આવશે. તેમજ સમયાંતરે પરિણામની જાહેર માટે લાઉડ સ્પિકરો મૂકવામાં આવશે.

Election / અમદાવાદમાં આ બે સ્થળો પર મત ગણતરી, પોલીસનો ચૂસ્ત પહેરો, વહીવટી તંત્ર સજ્જ

પોલિટેકનિક કોલેજમાં ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મત ગણતરી રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે. એક સાથે તમામ વોર્ડના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ તંત્ર દ્વારા  હાથ ધરાનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.સવારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડી.સી.પી. દીપક મેઘાણી પણ જોડાયા હતા અને બંદોબસ્ત અંગેની સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમની બહાર પેરા મિલીટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં CCTV લગાવવામાં આવ્યા છે.

Election / અમદાવાદમાં ઓછા મતદાન વચ્ચે કોણ મારશે બાજી, કોના થશે સૂપડા સાફ, આજે પરિણામ પર રહેશે સૌની નજર

સ્ટ્રોંગરૂમમાં CCTVથી EVM પર નજર રાખવામાં આવી રહી છે

ગંભીર આક્ષેપ / સુરત જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં EVMની હેરાફેરીનો આક્ષેપ થતાં ખળભળાટ,બસપા દ્વારા કલેકટરને આવેદન

પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમ સુધી અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી 23 ફેબ્રુઆરીના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 કલાકથી હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં EVM મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…