Not Set/ હઠે ચઢેલુ પાકિસ્તાન પડ્યુ ઘૂંટણીયે, કુલભૂષણ જાદવને આખરે કાઉન્સિલર એક્સેસ આપવા થયુ તૈયાર

આંતરરાષ્ટ્રીય કોર્ટ(આઇસીજે)નાં આદેશ બાદ હવે પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવા સંમતિ આપી છે. આ સંદર્ભે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, શુક્રવારે જાધવને કાઉન્સિલર આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને અત્યાર સુધી કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની મનાઇ કરી હતી. ભારત, વિયના કન્વેન્શનનાં અંતર્ગત કાઉન્સિલર એક્સેસ ઇચ્છી […]

World
Pakistan will register its second statement in ICJ on 17th July in Kulbhushan Jadhav case

આંતરરાષ્ટ્રીય કોર્ટ(આઇસીજે)નાં આદેશ બાદ હવે પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવા સંમતિ આપી છે. આ સંદર્ભે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, શુક્રવારે જાધવને કાઉન્સિલર આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને અત્યાર સુધી કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાની મનાઇ કરી હતી. ભારત, વિયના કન્વેન્શનનાં અંતર્ગત કાઉન્સિલર એક્સેસ ઇચ્છી રહ્યુ હતુ પરંતુ પાકિસ્તાન કાઉન્સિલરને તેની શરતો પર પ્રવેશ આપવા માંગતુ હતુ.

આંતરરાષ્ટ્રીય કોર્ટનાં નિર્ણય બાદ પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરતા કહ્યુ કે, પાકિસ્તાનએ અનુચ્છેદ 36 નાં અંતર્ગત જાદવને તેના અધિકારો વિશે તુરંત સૂચિત કરતા અને ભારતને કાઉન્સિલર પહોચ પ્રદાન કરી છે. આ મામલામાં પાકિસ્તાન ભારતનાં જવાબની રાહ જોઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, આઈસીજે એ પાકિસ્તાનને જાદવની ફાંસીની સજા પર રોક યથાવત રાખવાની સાથે જાદવને કાઉન્સિલર એક્સેસ આપવાનો નિર્દેશ કર્યો હતો.

ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘પાકિસ્તાનનાં આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. આઈસીજેનાં નિર્ણય મુજબ અમે તેને જોઈ રહ્યા છીએ. પાકિસ્તાનને જે પણ જવાબ આપવાનો રહેશે તે ડિપ્લોમેટિક ચેનલ મારફતે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાને કહ્યુ હતુ કે કુલભૂષણ જાદવ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. જ્યારે ભારતે તેને ખોટું ગણાવતા તેની સામે આઈસીજેમાં અપીલ કરી હતી. 10 એપ્રિલ, 2017 નાં રોજ કોર્ટે જાસૂસીનાં આરોપમાં કુલભૂષણને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આઇસીજે માં આ સજાની વિરુદ્ધ અપીલ કરી હતી અને 10 મે, 2017 નાં રોજ, આઇસીજેએ જાધવની ફાંસી પર પ્રતિબંધ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.