Not Set/ સુપર સોનિક મિસાઇલ મામલે યુએસ અને રશિયા આમને સામને

આગામી દિવસમાં રશિયામાં 18 તારીખે પ્રેસિડન્ટ ચુંટણી યોજાવા જઈ રહી છે. ગુરુવારના રોજ ફેડરલ એસેમ્બલીમાં થનારી ચુંટણીમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત લગભગ નક્કી જ છે એવું સંબોઘાયું હતું. એસેમ્બલી મીટિંગમાં પુતિનના ભાષણ દરમ્યાન તેમની પાછળની સ્ક્રીન પર સુપર સોનિક મિસાઈલમાં વિડીયો ચાલી રહ્યો હતો. રશિયાએ એવી મિસાઈલ તૈયાર કરી છે જેને એન્ટી સિસ્ટમ મિસાઈલ […]

World
180301 putin mc 1054 1c8fbbb12564213559fca7e6704ec2e0 સુપર સોનિક મિસાઇલ મામલે યુએસ અને રશિયા આમને સામને

આગામી દિવસમાં રશિયામાં 18 તારીખે પ્રેસિડન્ટ ચુંટણી યોજાવા જઈ રહી છે. ગુરુવારના રોજ ફેડરલ એસેમ્બલીમાં થનારી ચુંટણીમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત લગભગ નક્કી જ છે એવું સંબોઘાયું હતું.

એસેમ્બલી મીટિંગમાં પુતિનના ભાષણ દરમ્યાન તેમની પાછળની સ્ક્રીન પર સુપર સોનિક મિસાઈલમાં વિડીયો ચાલી રહ્યો હતો. રશિયાએ એવી મિસાઈલ તૈયાર કરી છે જેને એન્ટી સિસ્ટમ મિસાઈલ પણ પકડી શકતી નથી.

પુતિનએ કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટસ કદાચ રશિયાના પાવરથી અજાણ છે.ગયા વર્ષે રશિયાએ ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું જેમા ન્યુક્લિયર પાવર એન્જિન છે. આ મિસાઈલ લેટેસ્ટ છે જે ૬૦૦ માઈલની રેંજ ધરાવે છે અને ગ્રાઉન્ડ પરથી જ ટેકઓફ કરી શકે છે.

આ ઉપરાંત વ્હાઈટ હાઉસે થોડા દિવસ પેહલાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની વાત કરી હતી, જેમાં રશિયા પોતાના ન્યુક્લિયર શસ્ત્ર સામે ચેલેન્જ તરીકે જોઇ રહ્યું છે. વ્હાઈટ હાઉસની આ જાહેરાતથી યુએસ અને રશિયા વચ્ચેના ભવિષ્યમાં થનારા આર્મ કંટ્રોલ એગ્રીમેન્ટ સામે કેટલાક સવાલો થયા હતા. હવે જોવાનું એ છે કે પુતિન ના ભાષણ પછી યુએસ અને રશિયાના સબંધો પર શું અસર થશે.